Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 447
________________ ૩૯૪ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ વાર તેને ત્યાગ કરે, વળી ગમે તે જાતને વિચાર કર્યો તેને ત્યાગ કરી ત્રીજે વિચાર કર્યો, આવી અનિશ્ચિત સ્થિતિમાં મનને ભટકવા દેવું નહિ. જ્યારે કામ ન કરવું હોય ત્યારે યંત્રને ગતિમાન (ચાલતું) રાખવાથી તે ઘસાઈ જાય છે. તેમજ મનની અમૂલ્ય યંત્ર રચનાને, નિષ્ણજન વારંવાર ભ્રમણ કરતી રાખવામાં આવે તે તેથી કાંઈ પણું ઉપયોગી પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય તે જર્જરીત થઈ જાય છે. વિચારમાંથી વિરતિ પામવી અર્થાત્ મનને શાંતિ આપવી તે મહાન અમૂલ્ય લાભ છે. નિરંતર વિચાર કરે અને નિરંતર ક્ષય પામ; શક્તિના આ નિરર્થક થયથી શાંતિ અકસ્માત નાશ પામે છે. જ્યારે કોઈ પણ ઉપયોગી ફલપ્રત્યે વિચારને પ્રેરિત કરવામાં ન આવ્યું હોય ત્યારે વિચાર શક્તિને કેમ નિવૃત્ત કરવી, તે શિખ્યાથી માનસિક રક્ષણ ઘણા કાળ પર્યત કરી શકાય છે. વિચારવૃત્તિને નિવૃત્ત કેમ કરવી? ૧ વિચારવૃત્તિને નિવૃત્ત કરવી, આ કાર્ય સરલ નથી. વિચાર ક્રિયા કરતાં તે અધિક કઠીન છે. જ્યાં સુધી તેને અભ્યાસ સંપૂર્ણ દઢ ન થાય ત્યાં સુધી શેડે હૈડે વખત ચાલુ રાખો. પ્રારંભમાં મનને શાંત રાખવામાં પણ શક્તિને વ્યય થાય છે. જ્યારે અભ્યાસ પૂર્વે કહી આવ્યા તેવા સ્થિર મનન કરવાના કાર્યમાં વ્યાવૃત્ત હોય ત્યારે તેવામાં તે વિચારને મૂકી દે. અને જે મનમાં અન્ય વિચાર ઉત્પન્ન થાય તે તરત જ તેમાંથી પોતાનું મન નિવૃત્ત કરવું ખેંચી લેવુ'.) કોઈ પણ વિચાર બળાત્કારે મનમાં આવે તે તેનાથી આગ્રહસહિત પાછું ફરવું. અર્થાત પ્રત્યુત્તર નહિ વાળતાં તે વિચારને મૂકી દે, કાઢી નાંખે. જરૂર જણાય તે શાંતિ પ્રાપ્ત કરવાના કારણરૂપ શૂન્યની (આકાશની) કલ્પના કરવી. કેવળ શાંતતા તથા અંધકારને અનુભવ કરવાને યત્ન કરવો. આ પ્રમાણે આગ્રહ સહિત અભ્યાસ કરવામાં આવશે તે, નિવૃત્તિ અધિકાધિક સુગમ થશે. સ્વસ્થતા તથા શાંતિ મળશે.

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462