Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 443
________________ ૩૯૦ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ હાય અથવા તેણે કાંઈ સારું કાર્ય કર્યું હોય તેને વિચાર કરે, એટલે અપ્રિયતા દૂર થશે. કદાચ તમારૂ મન ચિંતાથી વ્યગ્ર હોય તે તે ઠેકાણે તે ચિતાનું મૂળ કારણ અને તેનાથી જેને ગેરફાયદા થયા હોય તેવા મનુષ્યની સ્થિતિ તમારા મન આગળ સ્થાપન કરો. અથવા આવી ચિંતાથી મુક્ત થયેલ મહાવીર્યવાનું મહાત્માના વિચારો સ્થાપન કરે; તે ચિંતામાં અવશ્ય ફેરફાર થઈ કાંઈક શાંતિ મળશે. કદાચ તમને કઈ શરીરાદિ ઉપર રાગ-સ્નેહ થતું હોય તે તે વસ્તુની ઉત્પત્તિનું મૂળ અને તેનું અંતિમ પરિણામ આ બે વિચારે તપાસે તે વિચાર સ્થાપન કરતાં રાગને બદલે વિરાગ થશે. કદાચ કેઈ અમુક પ્રકારને ખરાબ વિચાર જોરથી મનમાં પ્રવેશ કરવાને દુરાગ્રહ કરતે હેય ત્યારે તેનાથી વિપરીત ભાવના દેખાડનાર એક સૂત્ર કે પદ મેઢે કરી રાખવું. અને તે પદ કે સૂત્રનું વારંવાર મનમાં પુનરાવર્તન કરવું (ગણવું) બોલવું. આમ નિરંતર કરવાથી થોડા જ દિવસે પછી તે ખરાબ વિચારે બંધ પડશે. અથવા કેઈ મહાત્માની સારામાં સારી સ્થિતિનું ચિત્ર મનમાં ગોઠવી તેમાં લીન રહેવું. પ્રાતઃકાલમાં નિદ્રાને ત્યાગ કરે કે તરત જ સારામાં સારા વિચારોથી મનને પુષ્ટ કરે. જે રીતે તમારે વર્તન કરવાનું હોય તેવી જ શિક્ષા આપે. ઉત્તમ શિક્ષાવાળાં પદો કે ભજને ધીમે ધીમે પઠન કરો. પઠન કરતી વખતે મનને તમામ પ્રવાહ પ્રબળતાથી તેમાં વહન કરાવો અર્થાત્ વિક્ષેપ વિના એકરૂપ તે પદો બેલે. તેનાથી અંતઃકરણને દઢ વાસિત કરો અને ત્યાર પછી બીજું કઈ પણ કામ કરે. આમ કરવાથી દિવસના કેઈ પણ ભાગમાં જ્યારે તમારું મન કેઈ કામમાં નહિ રોકાયેલું હોય ત્યારે તે પદોનું પુનરાવર્તન કર્યા કરશે. આમ થવાથી તમે શુભ ભાવનાથી દિવસના મેટા ભાગમાં પણ વાસિત થઈ રહેશો. વિચારશક્તિ ખીલવવાની ક્રિયા. વિચાર કરવાની ટેવ ન હોવાથી ઘણાં માણસો તરફથી આવી

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462