________________
૩૮2
ગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ મનને અનેક આકાર ધારણ કરવા પડે છે અર્થાત્ અનેક આકારે પરિણમવું પડે છે, અને તેથી એક આકૃતિ કે એક જાતના વિચાર ઉપર તે સ્થિર રહેતું નથી, યા તે વખતે એક આકૃતિ ઉપર સ્થિર રહેતું નથી. તથાપિ એક આકૃતિ ઉપર મનને ઠરાવવું તે કરતાં આ રતે ઘણે સરળ છે. આ પછીના દુષ્કર કાર્ય એકાગ્રતા ઉપર હળવે હળવે સાધક પહેચી શકશે, માટે શરૂમાં સાધકેએ આ રસ્તે લે.
આ વાત વારંવાર યાદ રાખવી કે એકાગ્રતા અને અનેક વિચાર તે એક નથી, અંતે તે મનને એક જ નિશ્ચિત વસ્તુ ઉપર રોકી તેમાંજ સ્થિર કરી રાખવાનું છે. તેના ઉપર ભમતું નહિ પણ જેમ તેના અંતર્ગત તત્વને બાહ્યાથી ચુસી લેતું હોય કે તકૂપ થતું હોય તેમ કરી દેવું.
વિચાર કરનારને સૂચના. મનને સુશિક્ષિત કરનાર મનુષ્યએ મનમાં જે વિચાર આવે તેને સંબંધમાં દઢ સાવધાનતા રાખવી જોઈએ.
નિરંતર આ દઢ નિર્ણય કરે કે “મારે અસદુ વિચારે બીલકુલ મનમાં દાખલ થવા દેવા નથી જ.” કદાચ પેસી જાય તે તત્કાળ તેને કાઢી નાંખવા. તેમજ તે ખરાબ વિચારોને સ્થાને તેનાથી વિપરીત અર્થાત્ સારા વિચારને તરત જ સ્થાપન કરવા.
આ અભ્યાસથી મન એટલું બધું વશ થશે કે થોડા વખત પછી પિતાની મેળે જ સારા વિચાર કરશે અને અસદ્દ વિચારો પિતાની મેળે દૂર થશે. માટે શરૂઆતમાં ઉપરને દઢ સંકલ્પ કરે જ.
આપણા મનમાં આવતા વિચારોની જે આપણે પિતે તપાસ કરીશુ તે ખાત્રી થશે કે જે વિચારોને આપણે વારંવાર ઉત્તેજન આપીએ છીએ તે જ પ્રકારના તે વિચારો છે.
પિતાની સામાન્ય પ્રવૃત્તિને અનુકુલ જે વિચારો હોય તેનું મન આકર્ષણ કરે છે. માટે જ આપણે નિર્ણય કરે જોઈએ કે આવા જ વિચારે મારે કરવા અને આવા વિચારો ન જ કરવા.”