Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 439
________________ યાગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ રાજગૃહીની પાસે આવેલા વૈભારગિરિના પહાડની એક ગીચ ઝાડીવાળા પ્રદેશમાં નિમગ્ન થઈ ઉભેલા છે. આ સ્થળે વૈભારગિરિ, ગીચ ઝાડી, સરિતાના પ્રવાહોના ધોધ અને તેમની આજુબાજુના હરીયાળા, શાંત અને રમણીય પ્રદેશ આ સર્વ તમારા માનસિક વિચારાથી કા. આ કલ્પના મનને શરૂઆતમાં ખુશી રાખનાર છે, પછી મહાવીર પ્રભુની પગથી તે મસ્તક પ°ત સવ આકૃતિ એક ચિતારા જેમ ચિતરતા હાય તેમ હળવે હળવે તે આકૃતિનું ચિત્ર તમારા હૃદયપટ પર ચિતરા, આલેખા, અનુભવા. આ આકૃતિને સ્પષ્ટપણે તમે દેખતા હો તેટલી પ્રબળ કલ્પનાથી મનમાં આલેખી, તેના ઉપર તમારા મનને સ્થિર કરી રાખો. મુહૂત્ત પર્યંત તે ઉપર સ્થિર થતાં ખરેખર એકાગ્રતા થશે. ૩૮ • આ પૂજ્ય મહાત્માના શરીરને તમાએ નહિ દેખેલું હોય અને તેથી તમે તેને કલ્પી ન શકતા હૈ। તા, તેમની પ્રતિમાજી—મૂર્તિ ઉપર એકાગ્રતા કરા. આ તા એક જ દૃષ્ટાંત છે, આ જ રીતિદ્વારા તેમના સમવસરણના ચિતાર ખડા કરી તે ઉપર એકાગ્રતા કરો. તેમને થયેલા ઉપસર્ગ અને તે વખતની સ્થિતિ યાદ કરી તેમના શરીર ઉપર એકાગ્રતા કરા, આ જ પ્રમાણે ચોવીશે તીર્થંકરા અને તમારા પરમ ઉપગારી કાઇ પણ ચેાગી–મહાત્મા હૈાય તા તેમના શરીર ઉપર પણ એકાગ્રતા કરા, ગમે તેવાં ઉત્તમ અવલબના લઈને એકાગ્રતા કરવી, એમાં કાંઈ આગ્રહ કે વાદવિવાદ કરવાનુ' છે જ નહિ, સદ્દગુણ ઉપર એકાગ્રતા સદ્દગુણ ઉપર પણ એકાગ્રતા થઈ શકે છે. કેાઈ એક સદ્ગુણ લઈ તે ઉપર એકાગ્રતા કરવી. ગુણની પ્રીતિ દ્વારા તેનુ મન જાગૃત થઈ તદાકાર થશે. ઊંચામાં ઊંચા સદ્ગુણ પાતે કલ્પી શકાય તેવા કલ્પવા, તેની સામાન્ય રીતે અસર મન ઉપર થાય ત્યારે તેના તાત્ત્વિક સ્વરૂપ ઉપર મનને સ્થિર કરવું. છેવટે આ સગુણાની

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462