Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 437
________________ ૩૮૪ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ પ્રથમ અભ્યાસીઓને શરૂઆતમાં એકાગ્રતા કરવામાં જેટલી મહેનત પડે છે, તેટલી મહેનત બીજી કઈ પણ જાતની ક્રિયામાં પડતી નથી. આ કિયા ઘણી મહેનત આપનાર અને દુઃખરૂપ લાગે છે, પરંતુ આત્મવિશુદ્ધિ માટે એકાગ્રતા પ્રાપ્ત કર્યા વિના બીજે કઈ ઉપાય જ નથી. તે સિવાય આગળ વધી શકાય જ નહિ. માટે પ્રબળ પ્રયત્ન પણ એકાગ્રતા સિદ્ધ કરવી જ જોઈએ. - - એકાગ્રતા કરવાની રીતિ અને ઉપયોગી સૂચના મનની અંદર ઉત્પન્ન થતા વિકલ્પની અવગણના કરવી. તેમજ તેને મનથી કાંઈ ઉત્તર વાળ નહિ. આ બે વાતે બુદ્ધિ તીક્ષણ કરી વારંવાર સ્મરણમાં રાખવી. અભ્યાસ ચાલતી વખતે તે એક ક્ષણ પણ ભૂલવું ન જોઈએ. જ્યારે કાંઈ પણ ઉત્તર વાળવામાં નથી આવતે અને અભ્યાસ દેઢ થાય છે, ત્યારે વિચારની પ્રત્યુત્તર વાળવાની વૃત્તિઓ શાંત થાય છે. એકાગ્રતામાં પૂર્ણ શામ્ય અવસ્થાની જરૂર છે. અર્થાત્ વિક ઉત્પન્ન ન થવા દેવા, તેમ તેને હડસેલવાને પ્રયત્ન પણ ન કરે,-અર્થાત્ સ્થિર શાંતતા રાખવી.-તે શાંતતા એટલી પ્રબળ થવી જોઈએ કે બાહાના કેઈ પણ નિમિત્તથી ચાલતા વિષય સિવાય મનનું પરિણામાંતર યા વિષયાંતર ન જ થવું જોઈએ. તેમ અમુક વિકલ્પને રેક છે તેવું પરિણમન પણ ન થવું જોઈએ. એકાગ્રતામાં યેયની એક આકૃતિ ઉપર જ કે એક વિચાર ઉપર જ મન સ્થિર થાય છે. વસ્તુગતે તપાસતાં એકાગ્રતામાં મનની પ્રવૃત્તિ શત થતી નથી, પણ પોતાની સમગ્ર શક્તિ એક જ માગે વહન કરાવાય છે. | નદીના અનેક જુદા જુદા વહન થતા પ્રવાહ, પ્રવાહના મૂળ બળને જુદા જુદા ભાગમાં વહેંચી નાખે છે, અને તેથી પ્રવાહના મૂળ બળને નેસથી જે પ્રબળ કાર્ય થાય છે, તે પ્રવાહની જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયેલી શક્તિથી થતું નથી. તેમજ એકાગ્રતાથી એક જ પ્રવાહ વહન થતું અને તેથી મજબુત થયેલું પ્રબળ

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462