Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 435
________________ ૩૮૨ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ श्रयते सुवर्णभावं सिद्धरसस्पर्शतो यथा लोहम् । आत्मध्यानादात्मा परमात्मत्वं तथाऽऽनोति ॥ १२ ॥ જેમ સિદ્ધરસના સ્પર્શ થવાથી લેતું સુવર્ણ ભાવને પામે છે, તેમ આત્મધ્યાનથી આત્મા પરમાત્મપણાને પામે છે. ૧૨. जन्मान्तरसंस्कारात्स्वयमेव किल प्रकाशते तत्त्वम् ।.. सुप्तोत्थितस्य पूर्वप्रत्ययवनिरुपदेशमपि ॥ १३ ॥ જેમ નિદ્રામાંથી ઉઠેલા માણસને પૂર્વે (સુતાં પહેલા) અનુભવેલાં કાર્યો, ઉપદેશ વિના (કેઈના કહ્યા સિવાય) પણ યાદ આવે છે, તેમ જન્માંતરના સંસ્કારવાળા યોગીને કેઈન ઉપદેશ સિવાય પિતાની મેળે જ નિચે તત્વજ્ઞાન પ્રકાશિત થાય છે. ૧૩ अथवा गुरुप्रसादादिहैव तत्त्वं समुन्मिषति नूनम् । . गुरुचरणोपास्तिकृतः प्रशमजुषः शुद्धचित्तस्य ॥ १४ ॥ અથવા જન્માંતરની સરકાર સિવાય પણ, ગુરુના ચરણની સેવા કરવાવાળા, શાંત રસ સેવનારા અને શુદ્ધ મનવાળા ગીને, ગુરુના પ્રસાદથી આ જ ભવમાં નિચે કરી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૪. तत्र प्रथमे तत्त्वज्ञाने संवादको गुरुर्भवति । दर्शयिता त्वपरस्मिन् गुरुमेव सदा भजेत्तस्मात् ॥ १५ ॥ પૂર્વ જન્મમાં પ્રથમ આત્મજ્ઞાન પ્રાપ્તિમાં ઉપદેશદાતા ગુરુ હોય છે અને બીજા ભવેમાં પણ તત્વજ્ઞાન દેખાડનાર ગુરુ છે. આ કારણથી તત્ત્વજ્ઞાન માટે ગુરુની જ નિરંતર સેવા કરવી. ૧૫. यद्वत्सहस्रकिरणः प्रकाशको निचिततिमिरमन्नस्य । तद्वद्गुरुरत्र भवेदज्ञानध्वान्तपतितस्य ॥ १६ ॥ જેમ ગાઢ અંધકારમાં પડેલાં પદાર્થોને પ્રકાશક: સૂર્ય છે તેમ, અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલા અને આ ભવમાં તત્ત્વપદેશરૂપ સૂર્યવડે કરી જ્ઞાનમાર્ગ દેખાડનાર ગુરુ છે. ૧૬.

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462