________________
(૩૮૦
યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ વિવેચન–જેટલી મનની સ્થિરતા તેટલે આનંદ. ત્રીજી મનની અવસ્થામાં સ્થિરતા બીજી કરતાં વિશેષ હેવાથી આનંદ પણ વિશેષ હોય છે, તેથી પણ અધિક સ્થિરતા થી અવસ્થામાં છે. તેમાં મન નિશ્ચલ થાય છે અને તેથી ત્યાં આનંદ પણ અલૌકિક થાય છે. તે મનને વિષય આનંદ અને પરમાનંદ છે.
एवं क्रमशोऽभ्यासावेशाद्वयानं भजेन्निरालम्बम् । समरसभावं यातः परमानन्दं ततोऽनुभवेत् ॥ ५ ॥ ..
આ પ્રમાણે મનને ઉચ્ચતા પ્રાપ્ત કરવાના કર્મ, અભ્યાસની પ્રબળતાથી નિરાલંબન ધ્યાન કરે તેથી સમરસભાવ (પરમાત્માની સાથે અને અભિન્નપણે લય પામવું તે)ને પામી, પછી પરમાનંદપણું અનુભવે. ૫.
પરમાનંદપ્રાપ્તિને કમ बाह्यात्मानमपास्य प्रसत्तिभाजान्तरात्मना योगी । सततं परमात्मानं विचिन्तयेत्तन्मयत्वाय ॥६॥
આત્મસુખના પ્રેમી ભેગીએ અંતરાત્માવડે, બાહ્યાત્મભાવને દૂર કરી, તન્મય થવા માટે નિરંતર પરમાત્મભાવનું ચિંતન કરવું ૬.
બહિરાત્મભાવાદિનું સ્વરૂપ, आत्मधिया समुपात्तः कायादिः कीर्त्यतेऽत्र बहिरात्मा । कायादेः समधिष्ठायको भवत्यन्तरात्मा तु ॥ ७ ॥
શરીરાદિકને આત્મબુદ્ધિએ ગ્રહણ કરનારને અહીં બહિરાત્મા કહીએ છીએ. શરીરાદિકના અધિષ્ઠાતા તે અંતરાત્મા કહેવાય છે. ૭.
વિવેચન-શરીર તે હું છું. તેમ માનનાર, આદિ શબ્દથી ધન, સ્વજન, કુટુંબ, સ્ત્રી, પુત્રાદિ તે પિતાનાં માનનાર અને તેને સંગ વિયેગથી સુખી દુઃખી થનાર, એ બહિરાત્મભાવ કહેવાય છે અને શરીરને હું અધિષ્ઠાતા છું, શરીરમાં હું રહેનાર છું, શરીર મારૂં રહેવાનું ઘર છે અથવા શરીરને હું દષ્ટા છું, આદિ શબ્દથી