________________
વિદ્યાએ કરી કાળજ્ઞાન બતાવે છે
૩૦૩
અકારાદિ (અ, આ, ઈ, ઈ, ઉં, ઊં, ) છ સ્વરોએ ખુણાના બહારના ભાગોને વીંટી લેવા ( અર્થાત્ આ છ સ્વરે છ ખુણા પાસે લખવા) પછી છ એ બહારના ખુણે છ સાથિઆ કરવા. સાથિઓ અને સ્વરોની વચમાં આંતરે આતરે છે (સ્વા) અક્ષરે મૂકવા, ચારે બાજુ વિસર્ગ સહિત યકાર કરવા (ય) અને તે વકાર ઉપર ચારે બાજુ વાયુના પુરથી આવૃત્તિ સંલગ્ન ચાર રેખા કરવી. આ યંત્ર કલપી તેને પગ, હદય, માથે અને સંધિઓને વિષે સ્થાપન કરવું. પછી સૂર્યોદય વેળાએ સુર્યને પુંઠ પડે તેવી રીતે પશ્ચિમ દિશામાં બેસી પિતાના અથવા પરના આયુષ્ય નિર્ણય માટે પિતાની છાયા પૂર્ણ દેખાય તે એક વર્ષ સુધીમાં મરણ નથી (અને રોગ રહિત સુખમાં વર્ષ પસાર કરશે) જે કાન દેખવામાં ન આવે તે બાર વર્ષે મરણ થશે. હાથ ન દેખાય તે દશ વર્ષે મરણ. આગલીએ ન દેખાય તે આઠ વર્ષે, ખાંધ ન દેખાય તે સાત વર્ષે. કેશ ન દેખાય તે પાંચ વર્ષે, પડખાં ન દેખાય તે ત્રણ વર્ષે. નાક ન દેખાય તે એક વર્ષે. માથું યા ચિબુક ન દેખાય તે છ મહિને, ડેક ન દેખાય તે એક મહિને, આંખે ન દેખાય તે અગિયાર દિવસે, હૃદયમાં છિદ્ર દેખાય તે સાત દિવસે મરણ થાય અને બે છાયા દેખાય તે તત્કાળ મરણ થાય. ૨૦૮ થી ૨૧૫.
યંત્રપ્રયાગ બતાવી, હવે વિદ્યાએ કરી કાળજ્ઞાન
" - બતાવે છે ... इति यन्त्रप्रयोगेण, जानीयात्कालनिर्णयम् ।
यदि वा विद्यया विद्या-द्वक्ष्यमाणप्रकारया ॥ २१६ ॥
આ પ્રમાણે યંત્ર પ્રયોગ કરી આયુષ્યને નિર્ણય જાણ અથવા આગળ કહેવામાં આવશે તે વિદ્યા વડે નિર્ણય કરે. ૨૧૬