________________
૩૫ર
યોગશાસ્ત્ર ભાષાંતર-નવમ પ્રકાશ
મુક્ત થાય છે અને રાગીઓનું આલંબન લેનાર, કામ, ક્રોધ, હર્ષ, શક, રાગ, દ્વેષાદિ વિક્ષેપને કરનાર સાગતાને પામે છે. ૧૩
યેન કેન રી માન, યુવતે વાહ .. तेन तन्मयतां याति, विश्वरूपो मणियथा ॥१४॥ .
જે જે ભાવે કરી, (ભાવનાએ કરી) જે જે ઠેકાણે, આત્માને યોજવામાં આવે છે, તે તે નિમિત્તોને પામી, તે તે ઠેકાણે તન્મયતા પામે છે. જેમ સ્ફટિકમણિની પાસે લાલ, પીળી, કાળી કે લીલી, વિગેરે જે કાંઈ રંગની વસ્તુ રાખવામાં આવે છે, તે વસ્તુની નિક ટતાથી, સ્ફટિકમણિ પણ તેવા તેવા રંગને દેખાય છે, તેમ આત્માને પણ જેવી ભાવનાએ કરી પ્રેરવામાં આવે છે તે જ તે પરિણમે છે.
नासद्धयानानि सेव्यानि, कौतुकेनापि किन्त्विह । :स्वनाशयैव जायन्ते, सेव्यमानानि तानि यत् ॥ १५ ॥
માટે ઈચ્છાવિના, કેવળ કૌતુક માટે પણ, અસ ધ્યાનેનું અવલંબન લેવું નહિ, કેમકે તે અસદ્દ ધ્યાને સેવવાથી પિતાના જ વિનાશને માટે થાય છે. ૧૫. .
सिध्यन्ति सिद्धयः सर्वाः, स्वयं मोक्षावलम्बिनाम् ।। संदिग्धा सिद्धिरन्येषा, स्वार्थभ्रंशस्तु निश्चितः ॥१६॥
મોક્ષને માટે જ ક્રિયા કરનાર મનુષ્યોને અષ્ટસિધ્યાદિ સર્વ સિદ્ધિઓ પોતાની મેળે જ સિદ્ધ થાય છે અને સાંસારિક સુખના અભિલાષીઓને તે સિદ્ધિઓ સિદ્ધ થાય કે ન પણ થાય એ સંદેહ યુક્ત છે, તથાપિ સ્વાર્થને નાશ તે અવશ્ય થાય જ. માટે કર્મક્ષયને અર્થે પ્રયત્ન કરવો, પણ કેવળ સિદ્ધિઓ મેળવવા માટે પ્રયત્ન નહિ કરે એ આચાર્યશ્રીને ઉપદેશ છે. ૧૬. ___ इति श्री आचार्य हेमचद्र विरचिते योगशास्त्रे मुनि श्री केशर
विजयर्गणिकृत बालावबोधे नवमः प्रकाशः ॥ .