________________
સસ્થાનવિચય ધ્યાન
૩૫૯
આ પ્રમાણે મૂલ કની પ્રકૃતિના અનેક વિપાકાને ભિન્ન ભિન્ન વિચારતાં, વિપાકવિચય નામનું ધર્મ ધ્યાન કહેવાય છે.
સસ્થાનવિચય ધ્યાન
अनाद्यन्तस्य लोकस्य स्थित्युत्पत्तिव्ययात्मनः । જ્ઞાતિ ચિન્તયવત્ર, સંસ્થાનવિષયઃ સ તુ ।। ૪ ।
9
ઉત્પન્ન થવુ', સ્થિર રહેવુ' અને વિનાશ પામવું એ સ્વરૂપવાળા અનાદિ અનંત લેાકેાની આકૃતિનું જે ધ્યાનમાં ચિંતન કરવું, તે સંસ્થાનવિચય ધર્મધ્યાન કહેવાય છે. ૧૪.
વિવેચન—આ દુનિયાના કોઈ પણ પદાર્થના દ્રવ્યથી નાશ થતા જ નથી. તેના પર્યાય બદલાયા કરે છે, એટલે તે દ્રવ્ય એક આકૃતિને મૂકી, બીજી આકૃતિમાં ગોઠવાઈ ગયુ'; પશુ તેથી મૂળ દ્રવ્યના નાશ થાય છે એમ તા ન જ કહી શકાય, દાખલા તરીકે એક લાંબુ લાકડુ` છે, તેની પેટી બનાવી. પેટી બની એટલે, લાકડાની જે લાંખી આકૃતિ હતી, તેના નાશ થયે, પેટીની ઉત્પત્તિ થઈ અને લાકડુ દ્રવ્ય તે તા પેટી બની તેા પણ કાયમ જ રહ્યું. આમ પેટીની ઉત્પત્તિ, · લાંખા લાકડાની આકૃતિના નાશ અને લાકડાપણાના દ્રવ્યનું કાયમ રહેવા પણુ, એમ એક એક વસ્તુ ત્રણ પ્રકારે અને છે. તેવીજ રીતે આ દુનિયાની સર્વ વસ્તુઓમાં બન્યા કરે છે, માટે જ વસ્તુત: દ્રવ્યાના નાશ નથી. ઉપર કહેવામાં આવ્યુ છે કે લાક દુનિયા અનાદિ, અન`ત છે, આદિ અંત વિનાની છે. એના એ જ આશય છે કે, દરેક વસ્તુએમાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણ બદલાયા કરે છે અને તેથી કેાઈ વસ્તુની સર્વથા આદિ (ઉત્પત્તિ ) અને સર્વથા વિનાશ કહી શકાય જ નહિ. આ ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યયરૂપ લેાકની આકૃતિનુ' એટલે તેમાં રહેલ પદાર્થાંનુ ચિંતન કરવું અને પરવસ્તુથી આત્મદ્રવ્યને વ્યાવૃત્ત કરી, તેમાં નિમગ્ન થયું તે, સસ્થાન વિચયધર્મ ધ્યાન કહેવાય છે.