Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 424
________________ ઘાતિકર્મના ક્ષયથી થતું ફળ. ૩૭૧ अनुकूलो बाति मरुत् प्रदक्षिणं यान्त्यमुष्य शकुनाश्च । तरवोऽपि नमन्ति भवन्त्यधोमुखाः कण्टकाश्च तदा ॥३३॥ તથા પવન અનુકૂળ વાય છે. ભગવાનને ( જબુક, ચાસ, નકુલાદિ) શકુને દક્ષિણાવર્ત-જમણું હોય છે. ( અથવા પંખીઓ પ્રદક્ષિણ આપે છે.) વૃક્ષે પણ નમે છે અને કાંટાઓનાં મુખ નીચાં (ઉંધાં) થાય છે. ૩૩. आरक्तपल्लवोऽशोकपादपः स्मेरकुसुमगन्धाढयः । प्रकृतस्तुतिरिव मधुकरविरुतै विलसत्युपरि. तस्य ॥३४॥ લાલ પત્રોવાળો, વિકસ્વર અને સુગંધથી વ્યાપ્ત પુષ્પવાળે, તથા મધુકર (ભ્રમર) ના શબ્દોએ કરી જાણે સ્તુતિ કરાતે હોય તે, અશોક વૃક્ષ ધર્મદેશના આપવાના અવસરે તે પ્રભુના ઉપર ઉલસી (શે ભી) રહે છે. ૩૪. षडपि समकालमृतवो भगवन्तं तं तदोपतिष्टन्ते । स्मरसाहायककरणप्रायश्चित्तं ग्रहीतुमिव ॥३५॥ એ અવસરે કામદેવને સહાય કરવાનું જાણે પ્રાયશ્ચિત્ત લેવા માટે આવી હોય તેમ એકી કાળે છએ ઋતુઓ ભગવાનની પાસે પ્રાપ્ત થાય છે. ૩૫. अस्य पुरस्ताभिनदन् विजम्भते दुन्दुभिनभसि तारम् । कुर्वाणो. निर्वाणप्रयाणकल्याणमिव सद्यः ॥३६॥ આ ભગવાનની આગળ તાર સ્વરે નાદ કરતે દેવદુંદુભિ, જાણે તત્કાળ કલ્યાણકારી મોક્ષમાર્ગના પ્રયાણને કરતે (સૂચવતે) હોય તેમ શેભી રહ્યો છે. ૩૬. पश्चापि चेन्द्रियार्थाः क्षणान्मनोज्ञीभवन्ति तदुपान्ते । को वा न गुणोत्कर्ष सविधे महतामवाप्नोति ॥ ३७॥ તે ભગવાનની પાસે પાંચે ઈદ્રિયોના અર્થો, ક્ષણવારમાં મને જ્ઞ ચાય છે. અથવા મહા પુરુષોની સેબતથી (સામિપ્યતાથી) કોણ ગુણનો ઉત્કર્ષ ન પામે ? અર્થાત્ સર્વ પામે. ૩૭.

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462