________________
૩૭૩
પ્રકારોતર સ્વરૂપ ધ્યાન "
સમવસરણમાં રહેલા, સમવસરણના ત્રણ ગઢ, જાણે જ્ઞાન, દર્શન, ચારિત્રે, ત્રણ શરીર ધારણ કર્યા હોય તેમ સારી રીતે શેભે છે. ૪૩.
चतुराशावर्तिजनान युगपदिवानुग्रहीतुकामस्य । चत्वारि भवन्ति मुखान्यङ्गानि च धर्ममुपदिशतः ॥ ४४ ॥
ચારે દિશા તરફ રહેલા મનુષ્યોને એકી વખતે અનુગ્રહ કરવાની ઈચ્છાથી જ જેમ, તેમ ધર્મોપદેશ કરતી વચતે ચાર શરીરે અને ચાર મુખે થાય છે. ૪૪.
अभिवन्धमानपादः सुरासुरनरोरंगैस्तदा भगवान् । सिंहासनमधितिष्ठति भावानिव पूर्वगिरिशङ्गम् ॥ ४५ ॥
એ અવસરે સુર, અસુર, મનુષ્ય અને ભુવનપતિએ કરી ચરણ નમસ્કાર કરાતા ભગવાન્ જેમ પૂર્વાચળના શિખર પર સૂર્ય આરૂઢ થાય તેમ, સિંહાસન ઉપર (ધર્મદેશના દેવા) બેસે છે. ૪૫.
तेजः पुञप्रसरप्रकाशिताशेषदिक्क्रमस्य तदा। त्रैलोक्यचक्रचतित्वचिह्नमग्रे भवति • चक्रम् ॥ ४६॥
એ અવસરે તેજ પુજના પ્રસરવે કરી, સમગ્ર દિશાઓના સમુહને પ્રકાશિત કરતું અને ત્રણ લેકના ચક્રવર્તી પણાની નિશાની સરખું ચક્ર આગળ રહે છે. ૪૬.
भुवनपतिविमानपतिज्योतिष्पतिवानव्यन्तराः सविधे । तिष्ठन्ति समवसरणे जघन्यतः कोटिपरिमाणाः ॥४७॥
ભુવનપતિ, વિમાનપતિ, જ્યોતિષ્પતિ અને વ્યંતર આ ચારે નિકાયના દેવે સમવસરણમાં જઘન્યથી પણ કેટિ પ્રમાણે ભગવાનની પાસે રહે છે. ૪૭. "
સામાન્ય કેવલજ્ઞાનીનું કર્તવ્ય. तीर्थकरनामसंज्ञं न यस्य कर्मास्ति सोऽपि योगबलात् । उत्पन्नकेवलः सन् सत्यायुषि बोधयत्युवर्णम् ॥ ४८ ॥ જેઓને તીર્થંકર નામકર્મ નામના કમને ઉદય નથી તેઓ