________________
વિપાકવિચય ધ્યાનનું સ્વરૂપ
૩૫૭
ક્ષણ ક્ષણ પ્રત્યે ઉત્પન્ન થતા, કર્મફળના ઉયના અનેક પ્રકારે વિચાર કરવા, તે વિપાકવિચય ધ્યાન કહેવાય છે. ૧૨.
या संपदा तो या च विपदाऽऽनारकात्मनः । एकातपत्रता तंत्र, पुण्यापुण्यस्य कर्मणः ॥ १३ ॥
તે વિચાર આ પ્રમાણે કરવાના છે કે, ( ઉંચામાં ઉંચી ) સ’પત્તા અરિહંતની; અને ( નીચામાં નીચી ) વિપદા નારકના જીવેાની તે બેઉ સ્થળે પુણ્યકમનું અને પાપકનું એક છત્ર રાજ્ય છે. અર્થાત્ પુણ્ય પાપની પ્રખલતા તે જ સુખ-દુઃખનુ` કારણ છે. ૧૩.
વિવેચન—વિપાક એટલે શુભાશુભ કર્મોનું ફળ. આ ફળદ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રી અનુસાર અનેક પ્રકારે અનુભવાય છે. સ્વાદિષ્ટ ખાદ્યાદિના ભેાગ, પુષ્પમાલા, ચંદન, દુલ અને અંગના પ્રમુખના ઉપભાગ, એ દ્રવ્યાના ભાગાભાગ શુમ છે, તથા સપ, શસ્ર, અગ્નિ અને વિષાદ્વિ દ્રવ્યાને અનુભવ તે અશુભ છે. સૌધર્માદિ વિમાન, ઉપવન અને પુષ્પ, ફલાદિથી ભરપુર આરામાદિ ક્ષેત્રના અનુભવ શુભ છે. .અને મશાન, જ*ગલ, શૂન્ય. અરણ્ય એ આદિ ક્ષેત્રેના અનુભવ અશુભ છે. ઘણા ઉષ્ણુ અને ઘણા શીત નહિ તેવા, વસ'ઋતુ પ્રમુખકાળના અનુભવ શુભ છે. તથા ગ્રીષ્મ અને મ‘તાદિ ઋતુ કે જેમાં ઘણા તાપ અને ઘણી ટાઢ પડે છે તે કાળમાં ચાલવું તે અશુભ છે. મનની નિર્મળતા, આધિ, વ્યાધિ આદિ દુઃખવત અને સતાષાદિ ભાવાએ સહિત વન, તે શુભભાવ જાણવા. અને ક્રોધ, અહંકાર તથા રૌદ્રધ્યાનાદ્દિકના અનુભવ તે અશુભ ભાવ જાણવા. ઉત્તમ દેવપણ', કર્મ ભૂમિનુ` મનુષ્યપણું', એ શુભ જાણુર્યું. ભિજ્ઞાદિ મ્લેચ્છ જાતિમાં મનુષ્યજન્મ, તિય ચ અને નારકી વગેરે અશુભ ભાવા જાણવા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્ર. ચિને કર્મોના ક્ષચેાપશમ, ઉપશમ, કે ક્ષય થાય છે. આ પ્રમાણે દ્રવ્યાદિ સામગ્રીના ચેાગે પ્રાણિઓને કર્મા પાતપાતાનાં ફળ આપે છે. અર્થાત્ જીવા પાતપાતાના કરેલ કર્મોના અનુભવ કરે છે. તે