________________
૩૨૦
યોગશાસ્ત્ર ભાષાંતર-પષ્ટ પ્રકાશ
આવતા એ વિષય સંબંધી મનને છુટું પાડી અત્યંત શાંત બુદ્ધિવાળા થઈએ તે જ મન નિશ્ચલ થાય છે અને એવા નિશ્ચલ મન વડે જ ધર્મધ્યાન યથાર્થ કરાય છે, માટે આપણે આંતર બહાર પ્રત્યાહાર કેમ કરે, તે પ્રથમ જાણ પછી ક્રિયામાં મૂકવું જોઈએ.
૧ શબ્દ નામના વિષયમાંથી શ્રોત્ર ઈન્દ્રિય અને મનને ખેંચી લેવાને ઉપાય.
શબ્દ બે પ્રકારના છે. એક સુસ્વરવાળા અને બીજા દુઃસ્વરવાળા. સુસ્વરવાળા શબ્દ કે દુઃસ્વરવાળા શબ્દો મન શ્રોત્રેન્દ્રિય એટલે કર્ણદ્રિયમાં હોય તે જ તે સંભળાય છે. આ વાતને સૌ કેઈને અનુભવ હવે થઈ ગયા છે કે આપણું મન જ્યારે બીજી કઈ બાબતમાં રોકાયું હોય અને પાસે ગમે તે વાત થતી હોય અને આપણું કાન ઉઘાડા હોય તો પણ આપણે સાંભળતા નથી. તેમજ આપણી આંખ ઉઘાડી હોય તે પણ આપણે જોતા નથી) માટે મન જે શ્રોત્રંદ્રિય તરફ વળતું ન હોય તે શબ્દ સંભળાતે નથી એ વાત તે નિશ્ચય છે. આટલા માટે પ્રશાન્ત બુદ્ધિ કરી ધર્મધ્યાનના અભિલાષીઓએ પ્રથમ તે શ્રોત્રેદ્રિય તરફ સુસ્વર કે દુવર ન આવે એટલા માટે કાનમાં પુમડાં રાખવાં, એટલે મન શબ્દ સાંભળવા તરફ વળતું અટકી કંઈક શાન્ત થશે. હવે જે તે છતાં શબ્દ સાંભળવાના અંદર વિચાર કરે તે તેને થોડીવાર હુકમ કર્યા કરે કે સાંભળ મન ! હમણાં તારે ધર્મધ્યાન કરવાના કાર્યમાં રોકાવાનું છે. માટે શબ્દ સાંભળવાના વિચારે તારે અંદર પણ ન કરવા. તે છતાં ગોલા કે લબાડ માણસની જેમ વિચાર કર્યા કરે તે તેને હડસેલી દૂર કરવામાં છે વખત રોકાવું. આમ કરતાં કર્ણદ્રિય કે શ્રોત્રંદ્રિયમાં મન જતું અટકશે, એટલે મન નિશ્ચલ થઈ અહર્નિશ પ્રવર્તતી મનની અશાનિને એક પંચમાંશ જીતાઈ જઈ કેટલીક અપૂર્વ શાન્તિ અનુભવાશે.
આ પ્રકારે બહારથી આવતા મધુર સ્વરવાળા શબ્દ કે કઠેર ઉચ્ચારવાળા શબ્દ તરફ-કન્દ્રિય તરફ જતું મન અટકવાથી તે