________________
૩૧૬
યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ
પુરક ક્રિયાએ કરી વાયુને અંદર પૂરતાં હૃદયકમળનું મુખ નીચું આવે છે અને સંકેચાય છે. તે જ હૃદયકમળ કુંભક કરવા વડે વિકસ્વર થઈ ઉર્ધ્વસ્ત્રોત (ઊંચા મુખવાળું) થાય છે. માટે પ્રથમ કુંભક કરો) પછી હૃદયકમળના વાયુને રેચક કરવા વડે હલાવી (આ રેચક બહાર કરે નહીં પણ કુંભકના બંધનથી અંદર છુટ કરો) હદયકમળમાંથી (ઊંચે) ખેંચે. તે વાયુને ઉર્વશ્રોત પ્રેરી, રસ્તામાં દુર્ભેદ્ય ગ્રંથિને ભેદીને બ્રહ્મરંધ્રમાં લઈ જ, (ત્યાં સમાધિ થઈ શકે છે.) કુતૂહલ જોવાની કે કરવાની ઈચ્છાથી યોગીઓએ તે પવનને બ્રહ્મરંધથી બહાર કાઢી, સમતાથી આકડાના તલ વિષે હળવે હળવે વેધ કરવો. (પવનને અતુલ ઉપર મૂક) વારંવાર તેના ઉપર તે અભ્યાસ કરી એટલે બ્રહ્મરંધ્રમાં લઈ જવા અને પાછા ત્યાં લાવ. પછી જાઈ, ચંબેલી આદિને પુષ્પનું લક્ષ સ્થિર રાખી ઉપયોગની જાગૃતિપૂર્વક વેધ કરે. એમ ત્યાં પણ જવું આવવું કરવે કરી દઢ અભ્યાસ થવા પછી જ્યારે વરૂણમંડળમાં વાયુ ચાલતે હોય ત્યારે કપુર, અગરુ અને કુષ્ટ વગેરે સુગંધી દ્રવ્યોને વિષે વેધ કરે. એ સર્વમાં વિજય મેળવી ઉપર જણાવેલ સર્વમાં વગર પરિશ્રમે વાયુને જોડવામાં પ્રવીણ થઈ, સૂક્ષમ (નાના) પક્ષીઓને શરીરમાં વેધ કરવાને ઉદ્યમ કરે. પતંગ અને ભ્રમરાદિના શરીરમાં અભ્યાસ કરી મૃગાદિકને વિષે પણ અભ્યાસ કરવા પ્રવર્તવું. પછી એકાગ્રચિત્ત, ધીર અને જિતેંદ્રિય થઈ મનુષ્ય, ઘોડા અને હાથી વગેરેના શરીરમાં વેધ કરે. તેમાં પ્રવેશ અને નિર્ગમન કરતાં અનુક્રમે પાષાણની પુતલી, દેવની પ્રતિમાદિમાં સંક્રમ (પ્રવેશ) કર. ૨૬૪ થી ૨૭૧.
एवं परासुदेहेषु, प्रविशेद्वामनासया । जीवदेहप्रवेशस्तु, नोच्यते पापशङ्कया ॥ २७२ ॥
આ પ્રમાણે મરણ પામેલા જીવોના શરીર વિષે ડાબી નાસિકાથી પ્રવેશ કરે. જીવતા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરવાનું પાપના ભયથી અમે કહેતા નથી. ૨૭૨.