________________
૨૩૪
યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ સ્વભાવથી જ પવિત્ર યા સુગંધી, ગંધ, ધૂપ, પુષ્પ, પુષ્પમાળા, વસ્ત્રાદિ જે દેહના સંબંધથી દુર્ગધિત અને અપવિત્ર (મલિન) થાય છે, તે કાયાને પવિત્ર માનવી એ કેટલું બધું શોચનીય છે? મદિરાના ઘડાની માફક સેંકડે વાર આ કાયાને છે, વિલેપન કરો કે અભ્ય. ગન કરે તે પણ પવિત્ર થવાની નથી. માટે આ અનિત્ય દેહથી જેટલી તપસ્યા, જ્ઞાન, ધ્યાન અને પરોપકારાદિ બની શકે તે કરી લેવું, એ જ આ માનવ દેહનું સાર્થકપણું છે. આ અશુચિભાવના ભાવવાથી શરીર સંબંધી મદ, અભિમાન ગળી જાય છે અને દેહથી આત્માને જુદો જોવામાં આવે છે.
આશ્રવ ભાવનાનું સ્વરૂપ मनोवाकायकर्माणि, योगाः कर्म शुभाशुभम् । यदाश्रवन्ति जन्तूनामाश्रवास्तेन कीर्तिताः ॥ ७४ ॥ मैव्यादिवासितं चेतः, कर्म सूते शुभात्मकम् । कषायविषयाक्रान्तं, वितनोत्यशुभं पुनः ॥ ७५॥ शुभार्जनाय निर्मिथ्य, श्रुतज्ञानाश्रितं वचः । विपरीतं पुनर्जेयमशुभाजनहेतवे ॥ ७६ ॥ शरीरेण सुगुप्तेन, शरीरी चिनुते शुभम् । सततारम्भिणा जन्तु-घातकेनाशुभं पुनः ॥ ७७ ॥ कषाया विषया योगाः, प्रमादाविरती तथा । मिथ्यात्वमात्रौद्रे, चेत्यशुभं प्रति हेतवः ॥ ७८ ॥
મન, વચન અને કાયાને વ્યાપાર તે એને કહેવાય છે. તે યોગદ્વારા પ્રાણીઓમાં શુભાશુભ કર્મ આવે છે. માટે તે શુભાશુભ કર્મને આશ્રવ કહેલ છે, તે જ કમે કરી બતાવે છે. મન જ્યારે મંત્રી પ્રમોદાદિ ભાવના વડે વાસિત થાય છે ત્યારે શુભ કર્મ ઉત્પન્ન કરે છે અને કેધાદિકષાય તથા ઈન્દ્રિયેના વિષયેથી જયારે આકાંત