________________
૨૭૬
યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ તે એક અહેરાત્રિમાં મરણ પામે એ નિઃશંસય છે. કેઈક વિષુવકાળને એ અર્થ કરે છે કે સૂર્ય અને ચંદ્રનાડિ એકી સાથે બેઉ ચાલતી હોય તે વિષુવકાળ. તેમાં ને ફરકે તે એક અહેરાત્રિમાં મરણ થાય. વાયુના વિકારથી ફરકે તેને અહીં અધિકાર નથી પણ સવાભાવિક ફરકે તે માટે છે. ૭૬.
पश्चातिक्रम्यसंक्रान्ती-मुखे वायुर्वहन् दिशेत् । ... मित्रार्थहानिनिस्तेजो नर्थान् सर्वान्मृति विना ॥ ७७॥
એક નાડિમાંથી બીજી નાડિમાં પવન જાય તેને સંક્રાંતિ કહે છે. તેવી દિવસની પાંચ સંક્રાંતિ જવા પછી જે વાયુ મઢાથી ચાલે તે મિત્ર, ધનની હાનિ, નિસ્તેજપણું અને મરણ સિવાય સર્વ અનર્થ પામે. ૭૭.
સંમતી જમતિન્ના, ત્રીજી જમી: प्रवहन् वामनासायां, रोगोद्वेगादि सूचयेत् ॥ ७॥
તેર સંક્રાંતિને ઓળંગીને પછી વાયુ જે ડાબી નાસિકામાંથી ચાલે તે તે રેગ તથા ઉગાદિ થશે એમ સૂચવે છે. ૭૮.
मार्गशीर्षस्य संक्रान्ति-कालादारस्य मारुतः । वहन् पश्चाहमाचष्टे, वत्सरेऽष्टादशे मृतिम् ॥ ७९ ॥
(માગશર માસના અજવાળા પખવાડીયાના પડવાને દિવસે સૂર્યોદયે જે વાયુ વહન થાય છે તેને મા ગશર સંક્રાંતિ કહે છે,) તે માગશર સંક્રાંતિકાળથી લઈને જે એક જ નાડિમાં પાંચ દિવસ સુધી પવન વહ્યા કરે છે તે દિવસથી અઢારમે વર્ષે મરણ થશે એમ જાણવું ૭૯.
शरत्संक्रान्तिकालाच्च, पश्चाहं मारुतो वहन् । ततः पञ्चादशाब्दाना-मन्ते मरणमादिशेत् ।। ८० ॥
શરદ સંક્રાંતિથી (આસો મહિનાના પહેલા પડવાથી) લઈને જે એક જ નાડિમાં પાંચ દિવસ સુધી પવન. ચાલ્યા કરે તે પંદર વર્ષે મરણ થશે એમ કહેવું. ૮૦.