________________
૨૭૪
યોગશાસ્ત્ર ભાષાંતર-પંચ પ્રકાશ " અજવાળા પક્ષના પડવાને દિવસે સૂર્યોદયના પ્રારંભ વખતે યપૂર્વક પ્રશસ્ત યા અપ્રશસ્ત વાયુના સંચારને જે. પ્રથમ ચંદ્ર નાડિમાં પવન વહે શરૂ થશે. તે ૧-૨-૩ ત્રણ દિવસ પર્યત સૂર્યોદય વખતે વહન થશે. પછીના ત્રણ દિવસ ૪-૫-૬ સૂર્યોદય વખતે સૂર્યનાડિમાં વહન થશે. ફરી ત્યાર પછીના ત્રણ દિવસ ૭-૮-૯ ચંદ્રનાડિમાં વહન થશે. એવી રીતે પૂર્ણિમા પર્યત આજ ક્રમે વાયુ વહે જારી રહેશે એટલે ૧૦-૧૧-૧૨ સૂર્યમાં-૧૩-૧૪-૧૫ ચંદ્રમાં.
અંધારા પક્ષમાં પહેલા સૂર્યનાડિમાં ૧-૨-૩ ત્રણ દિવસની પછીના ત્રણ દિવસ ૪-૫-૬-ચંદ્રમાં-તેવી રીતે અમાવાસ્યા પર્યતા વહન થશે. ૬૭ થી ૬૯.
આ વાયુનું વહન આખા દિવસ માટે નથી, પણ સૂર્યોદયના વખત માટે છે. પછી તે અઢી અઢી ઘડીએ ચંદ્રમાં, સૂર્યમાં વિગેરે નાડિઓમાં બદલાયા કરે છે. આ નિયમમાં ફેરફાર થાય તે તેનું પરિણામ અશુભ યા દુખદ આવે છે. આ કેમથી વાયુ વિપરિત ચાલે તેનું ફળ બતાવે છે
त्रीन् पक्षानन्यथात्वेऽस्य, मासषट्केन पञ्चता । ... पक्षद्वयं विपर्यासेऽभीष्टबन्धुविपद्भवेत् ॥ ७० ॥
भवेत्तु दारुणो व्याधि रेकं पक्षं विपर्यये । वित्राद्यहं विपर्यासे, कलहादिकमुद्दिशेत् ॥ ७१ ॥
જે ત્રણ પખવાડીયાં પર્યત વાયુ વિપરીત પણે ઉદય થાય (એટલે સૂર્યને બદલે ચંદ્રને ને ચંદ્રને બદલે સૂર્યને ઉદય થાય) તે તે માણસ છ મહીને મરણ પામે. બે પખવાડીયાં વિપરીત ચાલે તે વહાલા બંધુને વિપદા થાય, એક પખવાડીયા પર્યત વિપરીત ચાલે તે ભયંકર વ્યાધિ ઉત્પન્ન થાય અને જે બે ત્રણ દિવસ વિપરિત ચાલે તે કલેશાદિ પેદા થાય. ૭૦, ૭૧.
કાળજ્ઞાન एक द्वे त्रीण्यहोरात्रा-ण्यर्क एव मरुद्वहन् । वर्षेत्रिमिञभ्यामेके-नान्तायेन्दौ रुजे पुनः ॥ ७२ ॥