________________
૩૦૦
યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ શનિશ્ચર પુરુષે કરી કાળશાન જાણવાની રીત शनिः स्याद्यत्र नक्षत्रे, तदातव्यं मुखे ततः । चत्वारि दक्षिणे पाणी, त्रीणि त्रीणि च पादयोः॥ १९७॥ चत्वारि वामहस्ते तु, क्रमशः पञ्च वक्षसि । . त्रीणि शीर्षे दृशोझै द्वे, गुह्य एवं शनौ नरे ॥ १९८ ॥ निमित्तसमये तत्र, पतितं स्थापना क्रमात् । .. जन्मा नामऋक्षं वा, गुह्यदेशे भवेद्यदि ॥ १९९ ॥ . दृष्टं श्लिष्टं ग्रहैदुष्टैः, सौम्यैरप्रेक्षितायुतम् । .
सजस्यापि तदा मृत्युः, का कथा रोगिणः पुनः॥ २० ॥ - શનિશ્ચરની પુરુષના જેવી આકૃતિ બનાવવા અને નિમિત્ત જેવાના અવસરે જે નક્ષત્રમાં શનિ હોય તે નક્ષત્ર મુખમાં મુકવું. ત્યાર પછી ક્રમે આવતાં ચાર નક્ષત્રે જમણા હાથમાં મુકવાં. ડાબા જમણું પગમાં ત્રણ ત્રણ મુકવાં. ચાર ડાબા હાથમાં, પાંચ છાતિમાં, ત્રણ મસ્તકમાં બે બે બને નેત્રમાં અને એક નક્ષત્ર ગુહ્ય ભાગમાં મુકવું, નિમિત્ત જેવાને અવસરે સ્થાપનાના અનુક્રમથી જન્મનક્ષત્ર કે નામનક્ષત્ર જે ગુહ્ય ભાગમાં આવ્યું હોય અને દુષ્ટ ગ્રહની તેના ઉપર દૃષ્ટિ પડતી હોય યા તેની સાથે મેળાપ થતું હોય અને સૌમ્ય ગ્રહોની દૃષ્ટિ કે મેળાપ ન થતું હોય તે તે માણસ નિગી હોય તે પણ તેનું મરણ થાય તે માંદાની તે વાત જ શું કરવી? અર્થાત્ તે તે મરણ પામે જ. ૧૯૭ થી ૨૦૦
પૃચ્છા લગ્નના અનુસાર કાલજ્ઞાન पृच्छायामथ लग्नास्त-चतुर्थदशमस्थिताः । ग्रहाः क्रूराः शशी षष्टा-ष्टमश्चेत्स्यात्तदा मृतिः ॥ २०१ ॥
આયુષ્ય સંબંધી પ્રશ્ન પૂછતી વખતે કુર ગ્રહ લગ્નમાં ચોથે, સાતમ, દશમે રહ્યા હોય તથા ચંદ્રમાં છઠો કે આઠમે હોય તે તેનું મરણ થાય. ૨૦૧.