________________
બીજા આચાર્યના મતે પ્રાણાયામના સાત ભેદો કહે છે
૨૫૫
મન, પવન, બેમાંથી એકને નાશ થયે બીજાને નાશ થાય છે, અને બેઉમાંથી એક હેય તે બીજે પણ બન્યા રહે છે. બેઉને નાશ થવાથી ઈન્દ્રિય અને બુદ્ધિના વ્યાપારને નાશ થાય છે. અને ઈન્ડિયની પ્રવૃત્તિ તથા મનના વિચારેબંધ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વિવેચન-મન અને પવનને નાશ શરીરમાંથી જીવ જવા પછી થઈ જાય છે, ત્યારે ઇન્દ્રિય તથા વિચારની પ્રવૃત્તિ પણ બંધ થાય છે, તે અહીં ગ્રહણ કરવાની નથી, અને તેથી મિક્ષ થતું નથી. પણ આત્મ ઉપયોગની પૂર્ણ જાગૃતિ હોય ત્યારે મન અને પવનની પ્રવૃત્તિ બંધ થાય છે તે પ્રવૃત્તિ બંધ થતાં ઇન્દ્રિયના વ્યાપાર અને બુદ્ધિની પ્રવૃત્તિ બંધ થાય છે, તે અહીં ગ્રહણ કરવાની છે અને તેથી જ મોક્ષ મળે છે. ૩. :
પ્રાણાયામ પ્રાણાયામનું લક્ષણ અને તેના ભેદ प्राणायामो गतिच्छेदः, श्वासप्रश्वासयोर्मतः । રેવા પૂરાવ, ઉંમતિ, 8 ત્રિધા જ. •
શ્વાસ ઉચ્છવાસની ગતિને નિરોધ કરે, તેને પ્રાણાયામ કહે છે. તે પ્રાણાયામ રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકારનો છે. ૪.
વિવેચન—નાસિકાદિના છિદ્રોથી બહાર નીકળતા વાયુને શ્વાસ કહે છે, બહારથી અંદર પ્રવેશ કરતા વાયુને નિશ્વાસ કહે છે. તે બેઉ પ્રકારના વાયુની ગતિને રોકવી તેને પ્રાણાયામ કહે છે. - બીજા આચાર્યના મતે પ્રાણાયામના સાત ભેદ કહે છે
પ્રવાહ તથા શાંત, ઉત્તરશાસ્તથr I एभिर्भदैश्चतुर्भिस्तु सप्तधा कीर्यते परैः ॥५॥
પ્રત્યાહાર, શાંત, ઉત્તર અને અધર આ ચાર ભેદ સહિત (પૂર્વના ત્રણ સાથે મેળવતાં) સાત પ્રકારને પ્રાણાયામ છે, એમ કેટલાક આચાર્ય કહે છે. ૫.