________________
૨૪૨
યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ प्रायश्चित्तं वैयावृत्य, स्वाध्यायो विनयोऽपि च । . व्युत्सर्गोऽथ शुभं ध्यान, पोढेत्याभ्यन्तरं तपः ॥ ९०॥ दीप्यमाने तपोवह्नौ, बाह्ये चाभ्यन्तरेऽपि च । - यमी जरति कर्माणि दुर्जराण्यपि तत्क्षणात् ।। ९१ ॥
સંસારનાં બીજભૂત (કારણભૂત) કર્મોનું આત્મપ્રદેશથી ઝરવું થતું હોવાથી તેને સિદ્ધાંતમાં નિર્જરા કહી છે. તે બે પ્રકારની છે. સકામનિર્જરા અને અનામનિર્જરા. (આ કિયાથી મારાં કર્મોને ક્ષય થાઓ. આવા આવા અભિલાષથી ઉપગપૂર્વક પ્રદેશે રસને અનુભવી કર્મ પુદ્ગલેનું પરિશાટન કરવું તે સકામનિર્જરા અને કર્મથી , મુક્ત થવાની ઈચ્છા સિવાય (ટાઢ, તાપ, ભૂખતરસાદિથી) આત્મપ્રદેશે રસ અનુભવી કર્મ પુદ્ગલેનું નિર્જરવું તે અકામનિર્જર). આ સામનિર્જરા સાધુઓને તથા સમ્યક્ત્વ ધારણ કરનાર ગૃહસ્થાને હોય છે અને એકેન્દ્રિયાદિ બીજાં પ્રાણીઓને અકામનિર્જરા હેય છે. કેમકે ફલની જેમ કર્મોને પાક પણ બે પ્રકારે થાય છે. એક સ્વભાવથી અને બીજો ઉપાયથી, (જેમ ફલને ઘાસ વગેરેની ગરમીમાં નાખવાથી પાકી જાય છે અને વૃક્ષ ઉપર પણ પાકે છે તેમ કર્યો પણ એક તે સ્વાભાવિક કાળે કરી નિજરે છે ત્યારે બીજાં ઉદીરણ વગેરે ઉપાએ કરી નિરાય છે. માટે કર્મોને પાક બે પ્રકારે કહેવામાં આવ્યા છે. એક સકામ અને બીજો અકામ). દષ્ટાંતપૂર્વક સકામનિજરનો હેતુ બતાવે છે કે, જેમ મેલવાળું સેનું હોય પણ દેદીપ્યમાન અગ્નિમાં નાખવાથી તે વડે શુદ્ધ થાય છે, તેમ જીવ પણ અશાતા વેદનીયાદિ કર્મોએ કરી દેષયુક્ત છે, છતાં તપસ્યારૂપ પ્રબળ અગ્નિવડે કરી શુદ્ધ થાય છે, કેમકે તપસ્યા નિર્જ. રાનું કારણ છે. તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકાર છે. બાહ્યતપ એ અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, શરીરફલેશ અને સંલીનતા એમ છ પ્રકાર છે અને અત્યંતર તપ પ્રાયશ્ચિત્ત વૈયાવચ, સ્વાધ્યાય, વિનય, કષાયત્યાગ અને શુભધ્યાન એમ છે