________________
૨૪૮
ગશાસ્ત્ર ભાષાંતર–ચતુર્થ પ્રકાશ
ધ્યાનનું સ્વરૂપ मुहूर्तान्तर्मनःस्थैर्य ध्यानं छद्मस्थयोगिनाम् । धम्य शुक्लं च तद् द्वेधा योगरोधस्त्वयोगिनाम् ॥ ११५ ॥
એક આલંબનમાં અંતમુહૂર્ત પર્યત મનની સ્થિરતા તે છધસ્થ યોગીઓનું ધ્યાન કહેવાય છે. તે ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ બે પ્રકારનું છે. અને યોગના નિષેધરૂપ ધ્યાન અગિઓને (ચૌદમા ગુણઠાણાવાળાને) હોય છે. ૧૧૫.
મુદ્દત્તાતોના, ચા થાના મવેત્ . बह्वर्थसंक्रमे तु स्याह, दीर्घापि ध्यानसन्ततिः ॥ ११६ ॥
એક મુહૂર્ત ધ્યાનમાં જવા પછી ધ્યાન સંબંધી ચિંતા હોય, અથવા આલંબનના ભેદથી બીજું ધ્યાનાંતર હેય (પણ એક મુહૂર્ત સિવાય એકજ આલંબનમાં વધારે વખત ધ્યાતા રહી શકતો નથી.) એમ ઘણા અર્થમાં પ્રવેશ કરવાથી એટલે અંતમુહૂર્ત રહી વળી ત્રીજું આલંબન લીધું. એવી રીતે લાંબા વખત સુધી પણ ધ્યાનની સંતતિ હોય છે. ૧૧૬. . ધ્યાનની વૃદ્ધિ કરવા માટે ધ્યાનમાં ભાવનાઓ કરવી
તે બતાવે છે मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ॥ ११७ ॥
તુટેલા ધ્યાનને ફરી ધ્યાનાંતરની સાથે જોડવા માટે મૈત્રી, પ્રમેહ, કરૂણા અને માધ્યસ્થતા આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રાજવી, કેમકે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટિ આપનારી છે. ૧૧૭.
મૈથ્યાદિ ભાવનાનું સ્વરૂપ : माकार्षात्कोपिपापानिमा च भूत्कोऽपिदुःखित । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ ११८ ॥