________________
૨૩૫
આશ્રવ ભાવનાનું સ્વરૂપ (વ્યાસ) થાય છે ત્યારે તે અશુભ કર્મ વધારે છે. શ્રુતજ્ઞાનાશ્રિત સત્ય વચન તે શુભ કર્મ ઉપાર્જવા માટે થાય છે. શરીરને સારી રીતે અશુભ કાર્યોથી ગોપવી રાખી અને ધાર્મિક વ્યાપારમાં પ્રવર્તાવવાથી આત્મા શુભ કમ એકઠાં કરે છે અને નિરંતર જંતુઓના ઘાતક અશુભ વ્યાપારે વડે અશુભ કર્મ એકઠાં થાય છે. તેમજ ક્રોધ, માન, માયા, લાભ, પાંચ ઇન્દ્રિયન ત્રેવશ વિષયો, મન, વચન, કાયાના ગે, નિદ્રા, આળસ, પ્રમાદ, કેઈ પણ જાતનાં વ્રત નિયમ ન લેવાં તેવી થોડી કે ઝાઝી અવિરતી, મિથ્યાત્વ. આર્તધ્યાન, રોદ્રધ્યાન, વિગેરે અશુભ કર્મો ઉત્પન્ન કરવાનાં કારણે છે. આ સર્વ કર્મ આવવાનાં કારણે છે, એમ વિચારી જેમ બને તેમ તેથી પાછા હઠવું એ આAવભાવના વિચારવાનું કે સમજવાનું રહસ્ય છે. ૭૪ થી ૭૮
વિવેચન–કમ પુદ્દગલે ગ્રહણ કરવાનો હેતુ તેને આશ્રવ કહે છે. તે કર્મો જ્ઞાનાવરણીયાદિ ભેદથી આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય.
કેવાં કારણે (હેતુઓ) મળવાથી ક્યા કર્મો બંધાય છે તે અનુક્રમે બતાવવામાં આવે છે.
જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મો તે તે શાનાદિ ગુણવાળાઓને અને જ્ઞાન, દર્શનના હેતુભૂત કારણેમાં વિદન કરવાથી, તેને એળવવાથી, નિંદા કરવાથી, આશાતના કરવાથી, ઘાત કરવાથી કે મત્સર કરવાથી બંધાય છે.
દેવપૂજા, ગુરુની સેવા, સુપાત્રદાન, ક્ષમા, સરાગસંયમ, દેશવિરતિ અકામ નિશ, શૌચ અને અજ્ઞાન તપ, આ સર્વ શાતાવેદનીય કર્મનાં કારણે છે.
દુઃખ, શેક, વધ, સંતાપ, આજંદ અને પરિવહન, પિતાના સંબંધમાં કરવું, બીજાને કરવું અથવા સ્વપર ઉભયને કરવું તે અશાતાદનીય કર્મ બાંધવાનાં કારણે છે.