________________
૩૮
યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ આવા ગુણવાળી પરસ્ત્રીને ત્યાગ કરનાર મહાપુરુષની
સ્તુતિ કરે છે ગામનો, લીનિવાર - सुदर्शनस्य किं बमः सुदर्शनसमुन्नतेः १ ॥ १०१॥
પિતાના ઉપર આસક થયેલી પૂર્વોક્ત ગુણવાળી પરસ્ત્રીની પાસે પણ જે મહાશયની વૃત્તિ નિષ્કલંક રહી છે, તેવા શાસનની ઉન્નતિ કરનાર, સુદર્શન શ્રેષ્ટિના ગુણેની અમે કેટલી સ્તુતિ કરીએ? તેઓના સંબંધમાં અમે કેટલું બેલીએ અથવા શું બોલીએ ? અર્થાત્ તેઓના સંબંધમાં જેટલું બેલીએ તેટલું ઓછું જ છે. ૧૦૧.
સુદર્શન શેઠનું ચરિત્ર કહેવામાં આવે છે. પૂર્વ અગદેશમાં તિલક સમાન શ્રેષ્ઠ ચંપાનગરીમાં દધિવાહન રાજા રાજ્ય કરતે હતે. મહા કુલવાનું અને દેવાંગના રૂપવાળી અભયા નામની તેને પટરાણી હતી. તે જ શહેરમાં વૃષભદાસ નામને પરમહત્ ભક્ત શ્રેષ્ટિ રહેતું હતું તેને યથાર્થ નામવાળી અહદાસી નામની સુસંસ્કારી સ્ત્રી હતી. તેને અનુક્રમે શુભ સ્વપ્નોથી સૂચિત સુદર્શન નામને પુત્ર થયા. સમગ્ર કળાઓમાં પ્રવીણ થયેલા પુત્રને પિતાએ ઉત્તમ કુળની સંસ્કારી મને રમા નામની કન્યા પરણાવી.
સદ્દગુરુના સંગે સુદર્શન અને મનોરમા અહંદુ ભક્તો થયાં અને બાર વરૂપે ગૃહસ્થ ધર્મ તેમણે સ્વીકાર્યો. ખરેખર અજ્ઞાનાંધકાર દૂર કરવા માટે ગુરુ સિવાય બીજો કોઈ પ્રકાશ સમર્થ નથી.
તે જ રાજાના કપિલ નામના પુરોહિત સાથે સુઝર્શનને ગાઢમૈત્રી થઈ. સુદર્શનના ધાર્મિક તેમજ સ્વાભાવિક ગુણેથી આકર્ષાએલા કપિલ પિતાને કેટલોક સમય તેની પાસે જ વ્યતીત કરતે હતે. પિતાના પતિને ઘેર મેડા આવતા જોઈ સ્ત્રી કપિલાએ ઘેર મેડા આવવાનું કારણ પૂછયું.
ગુણાનુરાગી કપિલે પિતાના મિત્ર સુદર્શનના ગુણોનું કપિલા આગળ વર્ણન કરી જણાવ્યું કે મહાગુણવાન અને રૂપવાન સુદર્શનની