________________
૧૫૦
યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ નથી કે જે સુખ સંતોષવૃત્તિવાળા અભયકુમાર જેવાને પ્રાપ્ત થાય છે. ૧૧૪. - વિવેચન–મગધ દેશના પાટનગર રાજગૃહી નગરીમાં પરમહંત ભક્ત શ્રેણિક રાજા રાજ્ય કરતું હતું, તેને અભયકુમાર નામનો પુત્ર હતે. બુદ્ધિના વૈભવથી પાંચસે પ્રધાનોને તે આગેવાન હતે અને રાજ્યતંત્રને એક ધુરંધર હતા. તેના બુદ્ધિબળથી બીજા રાજ્ય આશ્ચર્ય અને ભય પામી નિરંતર તેનાથી સાવધ રહેતાં અને તેવા વિકટ પ્રસંગોમાં અભયકુમારની સલાહ માગતા હતા. પ્રજાહિતનાં, રાજ્યહિતનાં અને ઘર્મહિતનાં તેણે એટલાં બધાં સારાં કાર્યો કર્યા હતાં કે તે વખતના રાજા પ્રજાને તે સર્વે અનુકરણ કરવા જેવાં હતાં, પુત્રનાં આવાં અલૌકિક કાર્યો અને બુદ્ધિ વૈભવથી આકર્ષાઈ બીજા રાજપુત્ર છતાં શ્રેણિક મહારાજાએ તેને રાજય આપવાને નિર્ણય કર્યો અને અભયકુમારને સ્વીકારવા જણાવ્યું. અભયકુમારે ઉત્તર આપ્યા કે “પિતાજી! મારી મનોવૃત્તિઓ હવે પલેક સંબંધી પર માર્થ સાધવા પ્રેરાય છે. મને રાજ્યની બિલકુલ ઈચ્છા નથી. મનુ
એ પિતાની જીંદગી અને બુદ્ધિબળ આત્મશાંતિ માટે વાપરવાં જોઈએ. છતાં છેવટની અવસ્થામાં પણ જે તેઓ રાજ્યાદિકના લોભી થઈ વિષયાસક્ત બની પરમાર્થ સિદ્ધ ન કરે તે તે મનુષ્યપણાને લાયક જ નથી, માટે હું મારું આત્મસાધન કરીશ અને રાજ્ય આપ ઈચ્છાનુસાર બીજા રાજકુમારને સોંપશે. રાજાએ ઘણે આગ્રહ કર્યો છતાં સંતોષવૃત્તિવાળા અને આત્મજાગૃતિવાળા અભયકુમારે તેને સ્વીકાર કરવા છેવટ સુધી ના પાડી અને પિતાની આજ્ઞા મેળવી, ભગવાન મહાવીર દેવ પાસે ચારિત્ર સવીકાર કર્યું અને ધર્મધ્યાનમાં લીન થઈ અંતે સર્વાર્થસિદ્ધ નામના વિમાને દેવપણે ઉત્પન્ન થયો. આ પ્રમાણે સંતોષવૃત્તિવાળા અભયકુમારનું ટુંક જીવન કહેવાયું. વાચકે એ યથાશક્તિ તેમનું અનુકરણ કરવા સાવધાન થવું.