________________
૧૯૬
ગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ જે માણસ પિતાની પાસે ધન હોવા છતાં વળી તે બાદ છે અને અનિત્ય છે છતાં તે ઉત્તમ સ્થળે ખરચી શકતા નથી, તે બિચારો દુખે પાળી શકાય તેવું ચારિત્ર કેવી રીતે આચરી શકશે? ૧૨૦
મહા શ્રાવકની દિવસચર્યા , ब्राह्म मुहूर्त उत्तिष्ठेत् , परमेष्ठिस्तुतिं पठन् । किंधर्मा किंकुलश्चास्मि किंवतोऽस्मीति च स्मरन् ॥ १२१ ॥ शुचिः पुष्पामिषस्तोत्रैर्देवमभ्यर्च्य वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति, कृत्वा देवगृहं व्रजेत् ॥ १२२ ॥ प्रविश्य विधिना तत्र, त्रिः प्रदक्षिणज्जिनम् ।
पुष्पादिभिस्तमभ्यर्य, स्तवनैरुत्तमैः स्तुयात् ॥ १२३ ॥
પાછલી બે ઘડી રાત્રી રહે ત્યારે તે પહેલાં જાગૃત થવાય તે વધારે સારું,) જાગૃત થઈ પંચ પરમેષ્ઠિ નવકાર મંત્રની સ્તુતિ કરી શ્રાવકે યાદ કરવું કે મારે શું ધર્મ છે, મારૂં કુલ કયું છે, મેં કયા
ક્યા વ્રત અંગીકાર કર્યા છે? (ઉપલક્ષણથી મારા ગુરુ ઘર્માચાર્ય કોણ છે) તે સર્વ યાદ કરી પવિત્ર થઈ પુષ્પ, નૈવેદ્ય અને સ્તોત્રવડે (સ્તુતિ) કરી પોતાના ગૃહચૈત્યમાં રહેલ દેવાધિદેવની પૂજા કરી શક્તિ અનુસાર નવકારશી, પિરસી, પચ્ચકખાણ કરી મેટા દેવાલય તરફ જવું. વિધિપૂર્વક મંદિરમાં પ્રવેશ કરી જિનેશ્વરના ફરતી ત્રણ પ્રદક્ષિણ કરી પછી પુષ્પાદિ (આદિ શબ્દથી કેશર, ચંદન, બરાસાદિથી) પૂજન કરી ઉત્તમ સ્તવનેએ કરી ભગવાનની સ્તુતિ કરે. ૧૨૧-૨૨-૨૩. આ સ્થળે વિશેષ વિધિ દેવવંદન ભાખ્યાદિથી જાણ લે.
ચિત્યવંદન કર્યા પછી, ततो गुरूणामभ्यर्णे, प्रतिपत्तिपुरःसरम् । विदधीत विशुद्धात्मा, प्रत्याख्यानप्रकाशनम् ॥ १२४ ॥