________________
२०६
ગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ રાજા અને આનંદ વિગેરે પ્રભુવંદનાથે ગયા. ધર્મદેશનાં સાંભળી આનંદ દ્વાદશ વ્રતધારી શ્રાવક થયે અને શિવાનંદા શ્રાવિકા થઈ. નિરતિચાર શ્રાવક વ્રત પાલન કરતાં આનંદને ચૌદ વર્ષ નીકળી ગયાં. એક વખત પાછલી રાત્રે આનંદ વિચારવા લાગ્યું કે કુટુંબની સાર સંભાળમાં અને લેવડદેવડના કાર્યમાં જોઈએ તેટલું ધર્મકાર્યમાં મારૂં ચિત્ત લાગતું નથી, માટે કેલ્લાક ગામમાં પિષધશાળા છે ત્યાં જઈને મારે હવે નિશ્ચિત થઈ ધર્મધ્યાનમાં જ મગ્ન રહેવું.
આ વિચાર કરી સવારમાં તેણે તે પ્રમાણે કર્યું. સગાંવહાલાંને બેલાવી જમાડી મોટા પુત્રને ઘરને કારોબાર સેપ્યા અને પિતે કલ્લાક ગામમાં પિષધશાળામાં સુસમાધિએ ધર્મ કર્મમાં રત થયા. તેણે શ્રાવકની પ્રતિમાઓ વહન કરી. અનુક્રમે તેનું શરીર
હાડપિંજર જેવું થઈ ગયું. એક વેળા મધ્યરાત્રિએ તે વિચારવા લાગે કે હજી આ શરીરમાં બેસવા ઉઠવાની છેડી શક્તિ છે. મારા ધર્માચાર્ય મહાવીરદેવ પણ વિદ્યમાન છે તે મારે અંતિમ વખતની મરણાંતિક સંલેખન કરી લેવી અને ચારે આહારને ત્યાગ કર. વિચાર મુજબ બીજે દિવસે તેણે તે પ્રમાણે કર્યું. દેહ ગેહાદિથી મમત્વ છૂટી ગયું અને એક વર પરમાત્માના મનહર જીવનમાં પિતાનું ચિત્ત પરોવ્યું. પરિણામની વિશુદ્ધિ વૃદ્ધિ પામી અને કમે થોડા જ વખતમાં અવધિજ્ઞાન પેદા થયું. આમ વીસ વર્ષ પર્યત ઉત્તમ શ્રાવકધર્મ પાળી સુસમાધિએ મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણભવિમાનમાં દેવપણે ઉત્પન્ન થર્યો. ત્યાંથી ચ્યવી માનવદેહ પામી મેક્ષે જશે. આમ આનંદ શ્રાવકની ઉત્તમ સમાધિવાળી સંલેખના સાંભળી તેનું અનુકરણ કરવાને શ્રાવકે એ યથાયોગ્ય પ્રયત્ન કરે.
શ્રાવકની ઉત્તરભવની સ્થિતિ प्राप्तः स कल्पेष्विन्द्रत्वमन्यद्वा स्थानमुत्तमम् । मोदतेऽनुत्तरप्राज्य-पुण्यसंभारभाक् ततः ॥ १५३ ॥