________________
૨૧૦
યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ અર્ગલા (ભાગળ) સરખે કોધ છે. અગ્નિની માફક ઉત્પન્ન થત કોઇ પહેલું તે પોતાનું સ્થાન (આત્મગુણને) બાળી જ નાંખે છે અને પછી અન્ય સ્થાનકને (બીજા માણસને ક્રોધ ઉત્પન્ન કરાવી તેને આત્મગુણને) બાળે કે ન પણ બાળે. ૯-૧૦
વિવેચન–અપરાધી મનુષ્ય ઉપર કોઈ કેમ રોકી શકાય? ઉત્તર એ છે કે પરાક્રમથી અથવા ભાવનાથી. જેમકે, પોતે પાપ અંગીકાર કરી જે મને દુઃખ આપવા ઈચ્છે છે, તે પોતાના કર્મથી જ હણાયેલે છે, તેના ઉપર કેણ કોધ કરે? અપકારી ઉપર જ ક્રોધ કરવો એવી જે તમારી મરજી હોય તે, દુઃખને કારણરૂપ પિતાનાં કરેલાં અશુભ કર્મો ઉપર શા માટે ક્રોધ કરતા નથી? શ્વાન હોય તે પિતાને પથ્થર મારનાર માણસની ઉપેક્ષા કરી, પથ્થરને કરડવા દોડે છે, પણ સિંહ તે બાણની ઉપેક્ષા કરી બાણું મારનારને મારવા દોડે છે. તેમાં તમારે ખર અપરાધીને શોધી કાઢી તેને શિક્ષા કરવી જોઈએ, પણ તમારા કૂર કર્મની પ્રેરણાથી અમુક માણસે દુઃખ દીધું, તે કર્મોની ઉપેક્ષા કરી તે માણસને તમે દુઃખ આપકેપ કરે, તે શું તમે ધાનનું અનુકરણ નથી કરતા ? સંભળાય છે કે મહાવીરદેવ કોધ સહન કરવા માટે છદ્મસ્થપણે મ્લેચ્છ દેશમાં ગયા હતા તે આ તે વગર પ્રયત્ન તે અવસર તમને મળે છે. તે શા માટે તમે સહન નથી કરતા ? પ્રલયથી ત્રણ લેકનું રક્ષણ કરનાર મહા પુરુષોએ પણ આત્મગુણ માટે ક્ષમાને જ આશ્રય કર્યો છે, તે કેળના થડ જેવા સત્ત્વવાળી પ્રાણીઓ તમે શા માટે તે ક્ષમાને આશ્રય નથી કરતા? તમે એવું પુણ્ય શા માટે ન કર્યું કે તમને કેઈપણ બાધા ન કરે? હવે તમારા તે પ્રમાદને શોચ કરતાં તમે, હજી પણ ક્ષમાનેજ આશ્રય કરો. કોધથી અંધ થયેલ મુનિ અને ચંડાળમાં કાંઈ પણ અંતર નથી. એક મહાન તપસ્વી, પણ ક્રોધી હતો. તેને મૂકીને નિરંતર ભજન કરનાર પણ ક્ષમાશીલ કુરગડુ મુનિને દેએ વંદન કર્યું. માટે તપસ્યાથી પણ ક્ષમા જ પ્રધાન છે. સર્વ ઇંદ્રિયોને ગ્લાનિ કરનાર અને સર્ષની જેમ પ્રસરનાર