________________
૧૬૨
યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ આ અપવિત્ર મધને પવિત્રમાની કેટલાક દેવસ્થાનમાં
તેનો ઉપયોગ કરે છે તેને કહે છે. मक्षिकामुखनिष्ठयूतं, जन्तुधातोद्भवं मधु । अहो! पवित्रं मन्वाना देवस्नाने प्रयुञ्जते ॥४१॥
અહો ! મહાન અફસેસ કરવા જેવું છે કે અનેક જંતુના નાશથી તૈયાર થએલું માખીઓને મુખનું થુંક, તેને પવિત્ર માનીને દેવને સ્નાન કરવા માટે વાપરે છે. (અર્થાત્ તે અપવિત્ર મધને દેવસ્નાન માટે ન વાપરવું જોઈએ.) ૪૧. પાંચ પ્રકારના ઉંબરા વગેરેના ફળનો ત્યાગ
કરવાનું કહે છે : उदुम्बरवट लक्षकाकोदुम्बरशाखिनाम् । पिप्पलस्य च नाश्नीयात् फलं - कृमिकुलाकुलम् ॥ ४२ ॥ अप्राप्नुवन्नन्यभक्ष्यमपि क्षामो बुभुक्षया । न भक्षयति पुण्यात्मा पञ्चोदुम्बरजं फलम् ॥ ४३ ॥
કૃમિઓના સમૂહથી ભરપુર ઉંબરાનાં, વડનાં, પીપરનાં. કાલુંબરના તથા પીપળાના વૃક્ષનાં ફળો ખાવાં ન જોઈએ. બીજું ખાવાનું ન મળતું હોય અને ભૂખથી પેટ ખાલી હોય, છતાં પણ પુણ્યાત્મા ઉત્તમ મનુષ્ય ઊંબરાદિ પાંચ પ્રકારનાં અભય ફળો ખાતાં નથી.
અનંતકાયને ત્યાગ કહે છે.
स्नुही लवणवृक्षत्वक्कुमारी गिरिकर्णिकाः ॥ ४४ ॥ शतावरी विरूढानि, गुडूची कोमलाम्लिका । पल्यकोऽमृतवल्ली च वल्लः शूकरसंज्ञितः ॥ ४५ ॥ अनन्तकायाः सूत्रोक्ता, अपरेऽपि कृपापरैः । मिथ्यादृशामविज्ञाता वर्जनीयाः प्रयत्नतः ॥ ४६॥