________________
રાત્રિભોજન નિષેધ
૧૬૩ સવ જાતનાં લીલાં કંદમૂળ, સર્વ જાતનાં ઉગતાં કુંપલીયાં જુહી (ર) લવણ વૃક્ષની છાલ, કુમારપાઠું, ગિરિકર્ણિકા, શતાવરી, દ્વિદલવાળા અંકુર ફુટેલ ધાન્ય, ગડુચી, કુણી આંબલી, પથંકશાક વિશેષ, અમૃતવલ્લી વેલ વિશેષ, શુકર જાતના વાલ, આ સર્વ આર્યદેશમાં પ્રસિદ્ધ છે, બીજા પણ સ્વેચ્છદેશમાં પ્રસિદ્ધ સૂત્રોક્ત અનંતકાયે જીવદયામાં તત્પર મનુષ્યએ પ્રયત્નપૂર્વક ત્યાગ કરવાં. આ અનંતકાયે મિથ્યાદષ્ટિએ એ જાણેલાં નથી (કેમકે તેઓ વનસ્પતિમાં પણ જીવ માનતા નથી. અત્યારની નવીન શેધથી હવે વનસ્પતિમાં જીવ છે તે માનવું પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. (૪૪-૪૬).
અજાણ્યાં ફેળ ન ખાવા વિષે स्वयं परेण वा ज्ञातं, फलमद्याद्विशारदः । निषिद्धे विषफले वा, मा भूदस्य प्रवर्तनम् ॥ ४७ ॥
અજાણ્યા ફળે કે જેનું નામ યા સ્વરૂપ પિતે યા બીજા જાણતાં ન હોય તે ન ખાવાં જોઈએ, કારણ કે તેમ કરવાથી કદાચ નિષેધ કરેલાં ફળમાં અથવા વિષ વૃક્ષનાં ફળ ખાવામાં પ્રવૃત્તિ થઈ જાય, માટે વિદ્વાનોએ. પોતે અથવા બીજાએ જાણતાં ફળે હોય તે ખાવા જોઈએ. ૪૭.
રાત્રિભજન નિષેધ. अन्न प्रेतपिशाचाद्यैः, संचरमिनिरङ्कुशैः । उच्छिष्ट क्रियते यत्र तत्र नाद्यादिनात्यये ॥ ४८ ॥
રાત્રિ વખતે નિરંકુશપણે વિચરતા પ્રેત પિશાચાદિક અન્નને એવું કરે છે, માટે સૂર્યાસ્ત થયા પછી ભોજન ન કરવું. ૪૮.
घोरान्धकाररुद्धाक्षः, पतन्तो यत्र जन्तवः । नैव भोज्ये निरीक्ष्यन्ते तत्र भुनीत को निशि १ ॥४९॥