________________
૧૭૭
પિષધ વ્રત કરનાર ચુલપિતા અને વૃદ્ધ થતાં તે અવશ્ય ચેતવાનું છે. એક દિવસે પૈષધશાળામાં પિષધ કરી ચુલની પિતા ધર્મધ્યાનમાં રહ્યો હતે. મધ્ય રાત્રિના વખતે તેનું પિષધ વ્રત ભંગ કરવા માટે એક મિથ્યાદષ્ટિ દેવ ત્યાં આવ્યા. હાથમાં ખડ્રગ લઈ તે બોલ્યા “અરે ચુલની પિતા! આ તારૂં વ્રત તું મૂકી દે, નહિતર તારા જ્યેષ્ઠ પુત્રને તારા દેખતાં ખગથી મારી નાખીને હું તેનું માંસ ખાઈશ.” ચુલની પિતા શાંત રહ્યો. તેમજ મૌન રહ્યો ત્યારે તે દેવે તેની આગળ તેને મોટા પુત્રને લાવી મારી નાખે, તે પણ તે ચલાયમાન ન થયે. ત્યારે વિશેષ દુઃખ આપવા માટે પહેલાની જેમ તેના ત્રણે પુત્રને મારી નાખ્યા અને દેવ બોલ્યો કે: “જો તું આ વ્રત ત્યાગ નહિ કરે તે તારી ભદ્રા માતાને તારી આગળ લાવી મારી નાંખીશ, જેથી તે આધ્યાને મરણ પામીશ.” આ પ્રમાણે કહેતાં પણ જ્યારે તે શ્રાવક શાંત સ્વભાવે ધર્મધ્યાનમાં જ લીન થયે, ત્યારે રુદન કરતી તેની ભદ્રામાતાને દેવ ત્યાં લાવ્યા. તે જોતાં જ આ શ્રાવક વિચારમાં પડ્યો કે આ કઈ દુષ્ટ માણસ જણાય છે, જેણે મારા દેખતાં આવું અનાર્ય કામ કર્યું અને હવે માતાને પણ તે મારી નાખશે; માટે ચાલ હું તેને પકડી લઉં; એમ ધારી તે જેટલામાં દેવને પકડવા જાય છે તેટલામાં ઘેર ગર્જના કરી દેવ ચાલ્યો ગયો. ચુલની પિતા બુમ પાડી ઉડ્યો.
પુત્રની બૂમ સાંભળી ભદ્રા ત્યાં આવી અને વૃત્તાંત પૂછયું. ચુલની પિતાએ બનેલી હકીકત જણાવી. તેની માતાએ જણાવ્યું: “પુત્ર! તે કહ્યું તેમાંનુ કાંઈ પણ બન્યું નથી. તારા ત્રણે પુત્રો ઘરમાં સુતા છે. કેઈ મિથ્યાદષ્ટિ દેવ તને વ્રતથી ચલાયમાન કરવા આવ્યા જણાય છે. તને તારા વ્રતમાં આટલી ખામી આવી, માટે વ્રતભંગની આલોચના કર.” ચુલની પિતાએ વ્રતભંગની આલોચના કરી અનુક્રમે શ્રાવકની પ્રતિમાઓ (અભિગ્રહ વિશેષ) અંગીકાર કરી શુભ ધ્યાને મરણ પામી સૌધર્મદેવલોકે અરૂણાભ નામના વિમાનમાં દેવપણે