________________
૧૭ર.
યેગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ નવમું સામાયિક વ્રત
સામાયિક એટલે શું ? त्यक्तातरौद्रध्यानस्य, त्यक्तसावद्यकर्मणः । મુૉ સમતા થા તાં, વિહુ સામાયિત | ૮૨ .
આર્તરૌદ્રધ્યાનને ત્યાગ કરી તથા સાવદ્ય (સપા૫) કર્મને ત્યાગ કરી એક મુહૂર્ત પર્યત જે સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહે છે. ૮૨.
વિવેચન-સમ-આય. સમપરિણામે એટલે રાગદ્વેષની ગૌણતાવાળી સ્થિતિમાં રહ્યા છતાં જે “આય જ્ઞાનાદિકના લાભ થાય યા કર્મની નિર્જરા થાય તેને સામાયિક કહે છે. આ સામાયિકમાં ખાસ કરીને બેલવા ચાલવાનું બંધ કરવાનું છે અને તેના બે ઘડી જેટલા વખતમાં ધર્મ ધ્યાનમાં જ મગ્ન રહેવાનું છે. પરિણામની વિશુદ્ધિ વિશેષ રાખવાની છે અને ગૃહકાર્ય સંબંધી કોઈ પણ વિચાર લાવવાનું નથી. કેવળ ધર્મધ્યાનમાં, સ્વાધ્યાયમાં કે ધર્મશ્રવણમાં તેટલે વખત વ્યતીત કરવાને છે આવી સામાયિકની સ્થિતિમાં તેટલે સમય ગૃહસ્થ સાધુઓને સમાન કહી શકાય છે. આવા સામાયિકે કર્મનિર્જરાનાં પરમ કારણે છે. માટે આરૌદ્ર ખરાબ ધ્યાને બીલકુલ ન આવે તેવી રીતે સાવધ રહી તથા મનથી, વચનથી, અને શરીરથી કાંઈ પાપકારી પ્રવૃત્તિ ન થાય તેને માટે સાવચેત રહી આ સામાયિક જેટલીવાર બની શકે તેટલીવાર કરવું.
સામાયિકમાં કમનિર્ભર सामायिकवतस्थस्य, गृहिणोऽपि स्थिरात्मनः । चन्द्रावतंसकस्येव, क्षीयते कम संचितम् ॥ ८३ ॥
સામાયિક વ્રતમાં રહેલા સ્થિર પરિણામવાળા ગૃહસ્થિઓને પણ ચંદ્રાવતંસક રાજાની માફક સંચય કરેલ કર્મને ક્ષય થાય છે. ૮૩.
વિવેચન–સાકેતપુર નામના નગરમાં ધર્મપરાયણ ચંદ્રાવક