________________
૧૫૩
ભોગપભગ એટલે શું તે બતાવે છે
ભેગેપભેગ નામનું બીજું ગુણવ્રત भोगोपभोगयोः संख्या शक्त्या यत्र विधीयते । भोगोपभोगमानं तद्, द्वैतीयीकं गुणवतम् ॥ ४ ॥
શરીરની શક્તિ પ્રમાણે જે વ્રતમાં ભેગે પગની સંખ્યાનો નિયમ કરાય છે, તે ગોપભેગ નામનું બીજું ગુણવ્રત કહેવાય છે.
- ભેગેપબેગ એટલે શું તે બતાવે છે सकृदेव भुज्यते यः, स भोगोऽन्नस्त्रगादिकः । पुनः पुनः पुनर्नोग्य उपभोगोऽङ्गनादिकः ॥५॥
જે એકજવાર ભોગવવામાં આવે તે અનાજ, પુષ્પમાલા, તાંબુલ, વિલેપન વિગેરે ભોગ કહેવાય છે, અને જે વારંવાર ફરી ફરી ભેગવવામાં આવે તે સ્ત્રી, વસ્ત્ર, અલંકાર, ઘર, શય્યા, આસન, વાહન વિગેરે ઉપભોગ કહેવાય. પ..
(આ ભેગવવામાં અર્થાત્ ખાવાપીવામાં આવતી દુનિયાની કેટલીક વસ્તુ સર્વથા વર્જવા લાયક છે અને કેટલીક અમુક વખત માટે નિયમ કરવા જેવી છે. તેમાં પ્રથમ સર્વથા વર્જવા લાયક વસ્તુઓ બતાવે છે.
મધ માં નવનીત, મૃદુરાગ્રજણ | 'अनन्तकायमज्ञात-फलं रात्रौ च भोजनम् ॥ ६॥
आमगोरससंपृक्तं, द्विदलं पुष्पितौदनम् । दध्यहतियातीतं, कुथितान्नं च वर्जयेत् ॥ ७॥
દરેક જાતને દારૂ, માંસ, માખણ, મધ, ઉંબાદિ પાંચ જાતના ટેટા, અનંતકાય-કંદમૂલાદિ, અજાણ્યા ફળ, રાત્રિ ભેજન, કાચા દૂધ, દહીં તથા છાશની સાથે કઠોળ ખાવું તે, વાસી અનાજ, બે દિવસ ઉપરાંતનું દહીં અને ચલિત રસવાળું-કેહેલું અનાજ તેને ત્યાગ કર. ૬–૭.