________________
૧૫૭
મનુએ માંસ શબ્દની કરેલી નિરૂક્તિ
ભક્ષક તે જ વધ કરનાર છે ये भक्षयन्त्यन्यपलं, स्वकीयपलपुष्टये । त एव घातका यन्न वधको भक्षक विना ॥ २३ ॥ પિતાના માંસની પુષ્ટિને માટે જે માણસે અન્ય જનાવરનું માંસ ભક્ષણ કરે છે તે જ તે જીના ઘાતક છે, કેમકે ખાનાર સિવાય વધ કરનાર હોય નહિ. ૨૩.
અસાર શરીર માટે પાપ ન કરે मिष्टान्नान्यपि विष्ठासादमृतान्यपि मूत्रसात् । स्युर्यस्मिन्नङ्गकस्यास्य कृते कः पापमाचरेत् ? ॥ २४ ॥
જે શરીરમાં નાંખેલું (ખાધેલું) મિષ્ટ અનાદિ પણ વિષ્ટારૂપ થાય છે અને અમૃતાદિ (પાણી) પણ મૂત્ર (પેશાબ) રૂપ થાય છે. તે આવા અસાર દેહ માટે કેણ પાપ આચરે ? ૨૪
માંસ ભક્ષણમાં દોષ નથી એમ કહેનારને ગુરુ કેણ ?
मांसाशने न दोषोऽस्तीत्युच्यते यैर्दुरात्मभिः ।। થાઇવૃધ્યાગ્ર-શાસ્ત્રાર્તા | ૨૬ છે.
જે દુરાત્મા પાપી જી માંસ ભક્ષણ કરવામાં દોષ નથી, એમ કહે છે તેઓએ શિકારી, ગીધ, નાર, વાઘ અને શિયાળીયા વગેરેને પિતાના ગુરુ બનાવ્યા છે. (કારણ કે તેમનું માંસભક્ષણ કરવાપણું જઈને માંસભક્ષણ કરતા શીખ્યા છે. અર્થાત ઉત્તમ મનુષ્યને તે ખેરાક નથી, એટલે મનુષ્ય તરફથી તેમને ઉપદેશ મળેલ નથી.) ૨૫. માંસ ભક્ષણના સંબંધમાં મનુએ માંસ શબ્દની
કરેલી નિરૂક્તિ 'मां स भक्षयिताऽमुत्र' यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वे निरुक्तं मनुरब्रवीत् ॥ २६ ॥