________________
યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ નજીકથી તે મહેલ સુધી જમીનમાં સુરંગ ખોદાવી અને તેનું બારણું તે મહેલમાં આવે તેમ કરી આડી એક શિલા મૂકાવી. પિતાના પિતાના પુત્ર વરધનુને તેને માહિતગાર કર્યો અને અવસરે કષ્ટ પડયે તમારે અહિંથી નીકળી ચાલ્યા જવું વગેરે સમજાવ્યું. ' - બ્રહ્મદત્તનાં લગ્ન કરીને તરત જ આ મહેલમાં રહેવા માટે માતાએ તેને હુકમ કર્યો. સરલ સ્વભાવી કુમાર માતાના આ દુષ્ટ કાર્યને સમજી ન શક્યો. રાત્રિ શાંત થઈ તથા સર્વ માણસે નિદ્રાવશ થયાં ત્યારે વહાલી પણ વેરણ માતાએ કુમાર વિદ્યમાન છતાં પિતાનાં વિષયસુખરૂપ સ્વાર્થમાં ખામી આવતી જાણી આખા મહેલને ચારે બાજુથી આગ લગાડી. અહા ! વિષયથી અંધ બનેલી માતા ! આવા ચક્રવર્તી જેવા પુત્રને પણ મારતાં પાછું વાળી જોતી નથી. આથી જ જ્ઞાની પુરુષે આ વિષને ઝેરની ઉપમા આપે છે અને જેમ બને તેમ તેનાથી મુક્ત થવા માટે જીવોને બોધ આપે છે, ભડભડાટ કરતી અગ્નિની જવાળાઓ ચારે બાજુ પ્રસરતી જોઈ કુંવર જાગે. વરધનું તે જાગતે જ હીતે, વ્યાકુળ થઈ આગ લાગવાનું કારણ અને તેનાથી બચવાને ઉપાય કુમારે વરધનુને પૂછયે. વરધનુએ માતાનું અને પ્રિનું અકાયું વિશેષ પ્રકારે સમજાવ્યું અને અત્યારે નાશી છુટયા સિવાય બીજે કેઈ ઉપાય રહ્યો નથી; કેમકે રાજ્ય દીપૃષ્ટ સ્વાધીન કરી લીધું છે, વિગેરે કુમારને સમજાવ્યું; નાસી છુટવા માટે આડી શિલા આવેલી સુરંગ બતાવી. પામા પ્રહારથી બ્રહ્મક શિલા કાઢી નાખી અને ત્યાંથી બને જણ ચાલ્યા ગયા. અન્ય રાજ્યમાં ફરતાં અને છુપાવેશમાં રહેતાં આ કુમારે પૂર્વનાં સુકૃત કર્મને લઈને અનેક રાજકુમારિકાઓ અને મોટી
દ્ધિ એકઠી કરી. છેવટે દીર્ઘપૃષ્ટ રાજાને યુદ્ધમાં મારી પિતાના રાજ્ય માંલિક થયો. અનુક્રમે છ ખંડ સુધી ચક્રવર્તી બિરૂદ ધારણ કર્યું.
જ્યારે બ્રહાદને દીર્ઘપૃષ્ટ સજાના ભયથી નાસી જવું પડ્યું હતું ત્યારે મુશ્કેલીના વખતમાં એક બ્રાહ્મણે તેને સહાય કરી હતી. બ્રહ્મ