________________
૧૩૦
યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ સાંકેતિક સમજુતી આપી, ખરું રહસ્ય જાણવા માટે છુપી રીતે અભયકુમાર ત્યાં રહ્યો. થોડા જ વખતમાં તેને નિશે કાંઈક ઓછો થયા. આંખે ઉઘાડી જેવા લાગે તે દેવભુવનમાં પિતાને રહેલ જે. તેટલામાં કૃત્રિમ દેવાંગનાઓ જય જય નંદા, જય જય ભદ્દા, શા શા પુણ્ય કર્યો કે દેવભૂમિમાં જન્મ પામ્યો. આવા તે દેવાંગનાના શબ્દો સાંભળી ચાર ચકિત થઈ ગયે હું ચોર કયાં અને દેવભુવન ક્યાં? આતે સ્વપ્ન કે ઇદ્રજાળ! તેટલામાં તે છડીદાર દેવ બોલ્યા કે, તમે અમારા સ્વામીપણે નવીન દેવ ઉત્પન્ન થયા છે, તે પૂર્વ ભવે શું શું પુન્ય કર્યા અને શા શા પાપ કર્યા તે કહી આપે.
ચોર વિચારમાં પડ્યો કે આ શું કહે છે? શું સાચું જ દેવક? પણ પેલા મહાવીરદેવનાં મેં વચન સાંભળ્યાં હતાં કે દેવતાઓ જમીનથી ચાર આંગળ અદ્ધર રહે છે તે આતે જમીન ઉપર કેમ રહેલાં દેખાય છે? દેવતાની આંખ તે ન મીંચાય એમ મહાવીરદેવે કહ્યું હતું અને આ સર્વની આંખે તે મીંચાય છે. પુછપની માળા પણ કરમાય છે. માટે મહાવીરદેવના કથનમાં ને આમાં તફાવત શા માટે? ખરે! અભયકુમારનું મને પકડવાનું કપટ તે નહીં હોય? આમ વિચાર કરે છે, તેવામાં આક્ષેપ કરી છડીદાર બે, બોલે, પૂર્વ ભવે શું શું પુણ્ય પાપ કર્યા છે, તેની નોંધ લઈ પછી તમારે જન્માભિષેક કરીએ. પાપ શું શું કર્યા તે શબ્દોની તથા મહાવીરનાં વચનેથી વિરોધ આવતે જોઈ ચર ચેતી ગયો. તે બે પૂર્વજન્મમાં દાન દીધાં, તપશ્ચર્યા કરી, શ્રાવકનાં વતે પાલ્યાં, બ્રહ્મચર્ય પાલ્યું, તેથી દેવલોકમાં હું દેવ થયો છું, છડીદાર કહે છે, તે ઠીક પણ પાપ શા શા કર્યા તે કહે. ચોર ; પાપ કરે તે શું દેવલોકમાં વળી આવી શકે? મેં તે કંઈ પણ પાપ કર્યું નથી.” છડીદાર કહે છે કે કાંઈ આખી જીંદગી ધર્મમાં જતી નથી, માટે પહેલાં કેઈ ચોરી કરી હોય, જારી કરી હોય તે કહી આપે, ચોર કહે છે હું બ્રહ્મચારી હતા અને ચોરી તે મારી જીંદગીમાં મેં કરી જ નથી.