________________
૧૩૧
રાહણીયા ચોરની કથા
આ શબ્દો સાંભળી અભયકુમાર ત્યાં આવી ભેટી પડયો, અને બોલ્યો, ભાઈ તારા જે બુદ્ધિમાન મને કઈ મળ્યું નથી. મારાથી તું વધી ગયો, સાક્ષાત્ ચેરી કરી છે છતાં કઈ રીતે બંધનમાં ન સપડાય. ચાર બે કે એ વાત પછી, પણ મદિરા પાઈને દેવલોકમાં મોકલવાનું સાહસ તમારા સિવાય બીજો કોણ કરે ! અભયકુમારે શરમાઈ નીચું જોયું. ચાર બેલ્યો મહાવીરદેવનાં ચાર વચને કાને ન પડ્યાં હતા તે આજે મારી ખરેખરી વિટંબના જ હતી.'
અહા! મારા પિતાએ મને તે મહા પ્રભુના વચનથી દૂર રાખ્યો, મને ઠગે. પિતા રૂપે તેને મારા વેરી સમજુ છું. શું સ્વાર્થ ! શું અજ્ઞાન ! કેવી મોહાંધતા! કે જે કરૂણા સમુદ્ર પરોપકારી જગતના બધુ તુલ્ય તે પ્રભુને પાખંડીમાં ગણાવ્યા ! અભયકુમાર ! તે પ્રભુના ચાર વચનથી હું મરણમાંથી બચ્યો, તે જેઓ તે મહા પ્રભુના વચને નિરંતર સાંભળે છે, તેઓ સર્વથા મરણના ફેરામાંથી બચી જાય તેમાં નવાઈ શું ?
આ પ્રમાણે કહી પિતાને પૂર્વને ઈતિહાસ સંભળાવી, જેનું . ધન સ્ત્રી વિગેરે લીધું હતું તે સર્વ અભયકુમારને સાથે લઈ જઈ બતાવી આપ્યું, અને સર્વને તે સેંપાવી દઈ મહાવીવ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પાંચ મહાવ્રત પાળી, ઉજજવળ ધ્યાને મરણ પામી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. જેમ મહા ચોરી કરનાર ચાર પણ ચેરીને ત્યાગ કરવાથી દેવપણે ઉત્પન્ન થયો, તેમ સર્વ લોકેએ ચેરીને ત્યાગ કરવો, કે જેથી પિતાને આ ભવ ને પરભવ બને. સુધરી જાય. આ પ્રમાણે રોહણીઆ ચારની કથા સમાપ્ત થઈ
दूरे परस्य सर्वस्वमपहर्तुमुपक्रमः । उपाददीत नादत्तं तृणमात्रमपि क्वचित् ॥ ७३ ॥
અરે બીજાના સર્વ ધન ચોરવાને પ્રયત્ન તે જ રહે, પણ એક તૃણમાત્ર જેટલું કેઈનું અદત્ત મનુષ્યએ કોઈ પણ વખત ન લેવું જોઈએ.