________________
૧૧૮
યેગશાસ્ત્ર ભાષાંતર દ્વિતીય પ્રકાશ અસત્ય બોલવાથી અર્ધગતિ થાય છે. માટે અસત્ય બોલવાને ત્યાગ કરવું જોઈએ. બુદ્ધિમાને એ પ્રમાદથી પણ (અજાણતાં પણ) અસત્ય વચન ન બોલવું, કેમકે જેમ પ્રબળ પવનથી મેટાં વૃક્ષે મૂળમાંથી ઉખડી જાય છે તેમ અસત્યથી કલ્યાણને નાશ થાય છે. જેમ કુપથ્ય સેવવાથી (ખાવાથી) અનેક વ્યાધિઓ ઉત્પન્ન થાય છે તેમ અસત્ય વચનથી વેર, વિખવાદ, અપ્રીતિ આદિ કંયા દોષો નથી પ્રકટ થતા ? અર્થાત્ અનેક દોષ પ્રકટ થાય છે. અસત્ય બોલવાના પ્રતાપથી પ્રાણિઓ, નિગોદ, તિર્યંચ અને નરકાવાસાદિમાં ઉત્પન્ન થાય છે. રાજા વગેરેના ભયથી કે વહાલા મનુષ્યના આગ્રહથી પણ કાલિકાચાર્યની જેમ અસત્ય ન જ બોલવું. ભયથી કે આગ્રહથી અસત્ય બેલે છે તે વસુ રાજાની જેમ નરકમાં જાય છે. પદથી ૬૦.
વિવેચન-કાલિકાચાર્ય અને વસુ સજાનું દષ્ટાંત બતાવવામાં આવે છે. રમણીપુર શહેરમાં છતશત્રુ રાજા રાજ્ય કરતે હતે. રાજાએ પોતાના દત્ત નામના પુરોહિતને પ્રધાન પદવી આપી. કૃતદન સ્વભાવવાળા દત્ત પ્રધાને સામંત મંડળને સ્વાધિન કરી રાજાને જેલમાં નાખ્યા અને રાજયાસન ઉપર પોતે બેઠે. તેણે અનેક જીના સંહારવાળે યજ્ઞ પ્રારંભે. એવા અવસરમાં કાલિકાચાર્ય નામના જૈનાચાર્ય તે શહેરમાં આવ્યા, આ કાલિકાચાર્ય તે દત્ત રાજાના સંસાર પક્ષના મામા હતા. માતાની પ્રેરણાથી દત્ત આચાર્ય પાસે આવ્યા. ઉદ્ધત સ્વભાવથી આચાર્યશ્રીને યજ્ઞના ફલ સંબંધમાં પ્રશ્ન પૂછો.
આચાર્યશ્રી વિચારવા લાગ્યા કે જેમાં નિરપરાધી અનેક જેનો સંહાર થાય તે ધર્મ હેય નહિ અને તેનું ફળ નરક સિવાય બીજું છે નહિ. આ રાજાને જે હું યજ્ઞનું ફળ નરક કહીશ, તે કે પાયમાન થશે, તેમજ રાજ્યસત્તા સ્વાધિન હોવાથી તે મને પણ હેરાન કરશે. બીજી બાજુ જે યથાસ્થિત નથી કહેતે, તે મારા સત્ય વ્રતને લેપ થાય છે અને જિનેશ્વરની આજ્ઞાને ભંગ થાય છે. આમ બંને રીતે મને સંકટમાં આવવાનું છે, છતાં ભલે સત્ય