________________
૧૨૨
યેગશાસ્ત્ર ભાષાંતર- દ્વિતીય પ્રકાશ અને પછાડીને મારી નાખ્યા. અને તે મરીને નરકે ગયા. અસત્ય બેલનારા પાપીને તેનું પાપ ફલીભૂત થયું. આમ કહી નારદ ત્યાંથી ચાલ્યો ગયો. સભાના લોકોએ ફીટકાર આપેલો પર્વત પણ ત્યાંથી ચાલ્યો ગયે. અને અદ્યાપિ પર્યત જુઠી સાક્ષી આપનાર રાજાની અપકીર્તિ દુનિયામાં ફેલાતી રહી. માટે ગમે તેવા પ્રસંગમાં સત્ય જ બોલવું પણ નેહથી કે લેભથી પ્રેરાઈ જૂઠી સાક્ષી ન જ આપવી એ આ કથામાંથી સાર લેવાનું છે.'
न सत्यमपि भाषेत, परपीडाकरं वचः ॥ .. - लोकेऽपि श्रूयते यस्मात्कौशिको नरकं गतः ॥ ६१ ॥
બીજાને જેનાથી પીડા થાય તેવાં સત્ય વચન પણ ન બોલવા કારણ કે તેવા વચને બેલી કૌશિક નરકમાં ગયે. ૬૧. :
વિવેચન–પરને પીડા થાય તેને બચાવ કરવા માટે અસત્ય બેલિવું એમ કહેવાનો આશય નથી. પણ તે સ્થળે બેલ્યા વિના મૌન રહેવું વધારે સારું છે. જેમકે એક રસ્તામાં ચાલતા માણસને શિકારી માણસે પૂછયું કે અહીંથી હરિનું ટોળું ગયેલું તમે જોયું? તે ટોળું જતું તેણે જોયું હતું. હવે હા પાડી તે રસ્તો બતાવે તે તે શિકારીએ તેને મારી નાખે, સાચું બોલવું એ બિચારા નિરપરાધી ને મરણનું કારણ હતું. આવા સ્થળે વિચાર કરીને તેણે એ ઉત્તર આપ જોઈએ કે તે હરિણને વિનાશ ન થાય અને અસત્ય પણ ન બેલાય. તે ઉત્તર ન આવડે તે ઉત્તર ન આપે તે વધારે સારું છે. પણ ડાહ્યા થઈ તે ઠેકાણે સત્ય પ્રકાશિત કરવાનું નથી એ ધ્યાનમાં રાખવું જોઈએ. આ તે એક જ દષ્ટાંત છે. પણ તેના જેવા બીજા અનેક પ્રસંગમાં પણ બને રીતે સાવધ રહેવું જોઈએ; તથા અહિંસા વ્રતરૂપ પાણીના રક્ષણને માટે, આ બીજાં વ્રતે પાળ સરખાં છે. સત્ય વ્રતના ભંગ કરવારૂપ પાળ તેડી નાખવાથી, અહિંસારૂપ પાણી ચાલ્યું જાય છે અને તેથી તૃષારૂપ અનેક પ્રકારના દુઃખને અનુભવ કરવો પડે છે.