________________
૧૨૪,
યોગશાસ્ત્ર ભાષાંતર–દ્વિતીય પ્રકાશ સત્યવાદીની સ્તુતિ કરે છે : ज्ञानचारित्रयोर्मूल, सत्यमेव वदन्ति ये ।
धात्री पवित्रीक्रियते तेषां चरणरेणुभिः ॥ ६३ ॥ अलीकं ये न भाषन्ते, सत्यवतमहाधनाः । नापराद्धमलं तेभ्यो, भूतप्रेतोरगादयः ॥ ६४ ॥
જે મનુષ્ય જ્ઞાન અને ચારિત્રના મૂલરૂપ સત્યને જ બેલે છે, તે મનુષ્યોના પગની રેણુવડે કરીને આ પૃથ્વી પવિત્ર થાય છે. તથા સત્યવ્રતરૂપ મહાધનવાળા જે જે અસત્ય બોલતા નથી, તેઓને દુઃખ આપવા માટે ભૂત, પ્રેત અને સર્પાદિ કેઈ પણ સમર્થ થતા નથી. ( આ પ્રમાણે ગૃહસ્થાના બીજા વ્રતનું સ્વરૂપ સમાપ્ત થયું)
ત્રીજા અસ્તેયવ્રતનું સ્વરૂપ, ચોરીનું ફળ અને તેને નિષેધ
दौर्भाग्यं प्रेष्यतां दास्यमङ्गच्छेदं दरिद्रताम् । વત્તાના જ્ઞાવા, ધૂકતેચે વિવત ક | " દુર્ભાગ્યપણું, ગ્રેષ્યપણું (પરનું કામ કરવાપણું ), દાસપણું (શરીરની પરાધિનતા), શરીરનું છેદાવું અને દરિદ્રતા, એ ચેરી કરવાનાં ફલેને જાણીને (સુખના અર્થી ગૃહસ્થોએ) માલિકની રજા સિવાય વસ્તુ લેવારૂપ ચેરીને ત્યાગ કરે. ૬૫. :
કઈ વસ્તુ અદત્ત કહી શકાય पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं परकीयं क्वचित्सुधीः ॥ ६६ ॥
પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, નષ્ટ થએલું (કેઈ લઈ ગયેલું), ઘરમાં રહેલું, સ્થાપન કરેલું અને દાટેલું, આ સર્વ પરનું ધન બુદ્ધિમાન માલિકના આપ્યા સિવાય કેઈપણ વખત લેવું નહિ. ૬૬.
(ચોરી કરનાર ધન જ લે છે એટલું નહિ પણ સાથે તેનું બીજુ પણ નાશ કરે છે.)