________________
. ૧૨૦
ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ મરણ પામી રૌદ્ર ધ્યાનથી નરકે ગયે; આચાર્યશ્રીને યશોવા થયે આવી રીતે ભયમાં આવી પડેલા આચાર્યશ્રીએ અસત્ય ન જ કહ્યું; તેમ કેઈના ભયથી અસત્ય ન બોલવું એ આ કથામાંથી સાર લેવાને છે.
વાળ૭. ૯૦%
વસુરાજાનું દૃષ્ટાંત . ચેદી દેશના શુક્તિમતિ શહેરમાં અભિચંદ્ર નામને રાજા રાજ્ય કરતે હતે. તેને વસુ નામને બુદ્ધિમાન કુમાર હતા. ક્ષીરકદંબ નામના ઉપાધ્યાય ગૃહસ્થગુરુ પાસે વસુકુમાર, નારદ અને તે ઉપાધ્યાયને પર્વત નામને પુત્ર એ ત્રણે સહાધ્યાયીપણે ભણતા હતા. એક દિવસે અગાશીમાં સુતેલા આ ત્રણે વિદ્યાર્થીઓને જોઈ ગગનગામીની વિદ્યાધર મુનિએ બીજા મુનિને કહ્યું કે આ ત્રણમાંથી બે નરકગામી છે અને એક દેવલોકમાં જશે. આ સાંભળી ઉપાધ્યાયે તેમની પરીક્ષા કરી, અને તે પરીક્ષામાં પિતાના પુત્રને નરકમાં જનાર જાણે પિતાના પ્રયાસને નિરર્થક ગણતે સંસાર વાસનાથી વિરક્ત થઈ તેણે ત્યાગીને માગ સ્વીકાર કર્યો.
પિતાના પિતાના મૃત્યુ પછી વસુ રાજા થયે. પર્વત ઉપાધ્યાયપદ ઉપર આવ્યો અને નારદ કઈ બીજે ઠેકાણે ચાલ્યો ગયો.
વસુ રાજા સત્ય બોલતે હતા અને સત્યવાદી તરીકે તેની દુનિયામાં પ્રખ્યાતિ થઈ હતી. એક સ્વચ્છ સ્ફટિક રનની શિલાનું આસન બનાવી તેના ઉપર સિંહાસન સ્થાપન કરી વસુરાજા સભામાં તે ઉપર બેસતે હતો. લોકે અતિ સ્વચ્છતાને લઈને તે આસનને જોઈ શક્તા નહતા, તેથી સત્યના પ્રભાવે દેવે આ રાજાનું સિંહાસન આકાશમાં અદ્ધર રાખે છે, આવી પ્રખ્યાતિને પામ્યા.
એક દિવસ નારદ પર્વતને ઘેર આવ્યા. પર્વત વેદ સંબધી શિષ્ય આગળ વ્યાખ્યા કરતું હતું તેમાં જ્યાં અજ શબ્દ આવ્યો ત્યારે પર્વતે બકરાંને હેમવાં તે અર્થ કર્યો. નારદે કહ્યું: “ભાઈ તારી ભૂલ થાય છે. ગુરુજીએ અજ શબ્દનો અર્થ ત્રણ વર્ષની જુની ડાંગર (ત્રીહિ) કહી છે. કેમ કે (7 ના રૂરિ મર) જે ફરીવાર