________________
વસુરાજાનું દ્રષ્ટાંત.
૧૨૧ ઉગે નહિ તે અજ કહેવાય. અને અર્થ બકરો પણ થાય છે, છતાં અહીં તેને ગૌણ અર્થ લેવાને છે. ગુરુ ઉપદેશક હતા; શ્રુતિ પણ ધર્મકથન કરનારી છે તે અજને અર્થ બકરે લઈ આવે અનર્થ કરી ગુરુ અને શ્રુતિને તારે દૂષિત ન કરવી જોઈએ. પિતાના વચન ઉપર શિષ્યોને અપ્રીતિ થશે તેમ જાણે પર્વતે ગુસ્સે થઈ કહ્યું. ખરે અર્થ બકરે છે અને ગુરુએ પણ તેમજ કહ્યું છે. આપણે તેને નિર્ણય કરીએ. જે જુઠો પડે તેની જીભ કાપવી. આ અર્થમાં આપણે સહાધ્યાયી વસુ રાજા પ્રમાણ છે. નારદે તેમ કબુલ કર્યું. પર્વતની માતાએ ગુપ્ત બોલાવી તેને ઘણું સમજાવ્યું કે બેટા, મેં પણ તારા પિતાના મુખથી ત્રણ વર્ષની ડાંગર એ અર્થ સાંભળે છે માટે નારદ પાસે માફી માગ. વસુ રાજા સત્ય બેલશે અને આમાં તારા જીવનું જોખમ થશે. પર્વતે કહ્યું, ગમે તેમ થાઓ પણ હું તે હવે પાછો ફરવાનું નહિ.
પુત્રસ્નેહથી તેની મા વસુ રાજા પાસે ગઈ. એકાંતમાં પુત્રને તથા નારદને સંવાદ કર્યો અને તેણે હઠ કરી, ગમે તેમ કરી ગુરુપુત્રને પ્રાણુભિક્ષા આપવાને આગ્રહ કર્યો. રાજા વસુ સત્યવાદી હતે. પ્રથમ તે જુઠી સાક્ષી ભરવા આનાકાની કરી પણ દાક્ષિણ્યતાથી, સ્ત્રીના આગ્રહથી અને ગુરુપુત્રના સ્નેહથી તેણે તે વાત અંગીકાર કરી; ખરેખર મેહથી મેહિત થએલા છ કટીના અવસરે દઢ રહી શકતા નથી. તેમજ પોતાની ખ્યાતિને પણ ખ્યાલ કરતા નથી. વસુએ હા પાડવાથી ખુશી થઈ ગુરુપત્ની ઘેર ગઈ. પ્રાત:કાળમાં પર્વત અને નારદ સભામાં આવ્યા અને પોતપોતાને વિવાદ કહી સંભળાવ્ય. સભાના લોકોએ કહ્યું: “મહારાજ વસુ તમે સત્યવાદી છે માટે જે સત્ય હોય તે કહી આપી આ વિવાદને નિર્ણય કરી આપે.
કુમતિથી પ્રેરાઈ દુબુદ્ધિ રાજાએ અજને અર્થ ગુરુએ બકરો કહ્યો છે તેવી સાક્ષી આપી. આ સાક્ષી આપતાં જ નજીકમાં રહેલા કેઈ વ્યંતર દેવે તત્કાળ વસુ રાજાને સિંહાસન પરથી નીચે નાખે