________________
૧૦૫
હિંસા કરવાથી બ્રહ્મદત્ત ચક્રવર્તી નરકે ગયો દત્તે તેને કહ્યું હતું કે બ્રહ્મદત્ત ચક્રવર્તી ગાદી ઉપર બેઠા છે એમ તું સાંભળે ત્યારે મારી પાસે આવજે. હું તારું દારિદ્ર દૂર કરીશ. તે બ્રાહ્મણ બ્રહૂદત્તને મળ્યા. બ્રહ્મદરે તેને જે માગે તે આપવાનું કહ્યું. બ્રાહ્મણે પિતાની સ્ત્રીની શિક્ષાથી નિરંતર જુદે જુદે ઘેર ભોજન કરવું અને એક મહર દક્ષિણમાં મળે એવું વચન માગ્યું. રાજાએ તે સ્વીકાર્યું. પહેલાં જમવાને વારે બ્રહ્મત્ત ચક્રવર્તીને પિતાને જ ઘેર આવ્યો. રાજાએ ઘણી સારી રઈ જમવામાં પીરસાવી, પરંતુ બ્રાહ્મણે હઠ લીધી કે જે ભેજન તમે કરો છે તે જ અમને આપો.
રાજાએ ઘણે સમજાવ્યું કે ચક્રવર્તીનું ભોજન બીજાને પચે નહિ, માટે તેને આગ્રહ ન કર. છતાં બ્રાહ્મણે તેનું કહેવું માન્યું નહિ અને ઉલટું મેણું માર્યું કે આટલું ભોજન જે રાજા આપી શકતું નથી તે બીજું શું આપશે? આથી નિરૂપાયે રાજાએ તેના કુટુંબને પિતાનું ભોજન આપ્યું. આ ભજન કરવા પછી તે બ્રાહ્મણનું કુટુંબ વિષયથી એટલું બધું વ્યાકુળ થઈ ગયું કે ગમ્યાગમ્યો. વિચાર ન રહ્યો. વિષયમાં લંપટ થઈ. આપસમાં બહેન, પુત્રી અને માતા સાથે પણ વ્યભિચાર કર્યો. અને તે ભેજનના તીવ્ર નશામાં તેઓને પ્રાયઃ આખી રાત્રિ વિટંબના થઈ. પ્રાતઃકાળ થતાં ભેજનને નશે શાંત થયો, ત્યારે બ્રાહ્મણ ઘણું શરમાયે; તે પિતાની જાતને ધિક્કારવા લાગે; અકાર્યને પ્રશ્ચાત્તાપ કરવા લાગે. અને લોકેને મુખ દેખાડવું કે કેમ તેની તેને ભારે ચિંતા થઈ.
રાજા ઉપર તેને વિશેષ ગુસ્સો થઈ આવ્યો. રાજાએ મને જાણીને જ આમ હેરાન કર્યો છે, માટે આ વેર હું ગમે તે પ્રકારે વાળું, એવા ઈરાદાથી તે ત્યાંથી નીકળી જંગલમાં ગયો. ત્યાં કઈ બકરાં ચારનાર ભરવાડ મળ્યો. તે ભરવાડ લધી હતે. બેઠાં બેઠાં જે પાંદડા પર લક્ષ કરી કાંકરી ફેંકો તેને તે વીધી નાખતે, આ ભરવાડને જોઈ પિતાના મનેર સિદ્ધ થયા જાણી ભરવાડને થોડાક પિસા આપવા કરી, રાજાની આંખે જોડી નાખવાને તે બ્રાહ્મણે નિશ્ચય કર્યો. ભરવાડને સાથે લઈ તે નગરમાં આવ્યો.