________________
૧૦૬
યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ રાજાની સવારી નીકળી એટલે દૂરથી બ્રાહ્મણે રાજાને બતાવ્યો. કે આની આ ફેડી નાંખ. તત્કાળ લક્ષ રાખી તેણે જોરથી બે કાંકરી ફેંકી રાજાની બને આખે કુટી ગઈ રાજાના માણસોએ તે ભરવાડને પકડી લીધું અને મારમારી મનાવતાં બ્રાહ્મણના શિખવવાથી પિતે આ કર્યું છે, એમ તેણે કહ્યું રાજાના કોધને પાર રહ્યો નહિ. અહા ! દુનિયાના માણસે કેવાં કૃતઘ છે, જેના પર ઉપકાર કર્યો તેના તરફથી જ અપકાર કરાય ! રાજાએ બ્રાહ્મણના આખા કુટુંબને મારી નંખાવ્યું પણ તેને કોધ શાંત ન થયે. અજ્ઞાનથી અંધ થયેલા તે રાજાને કઇ જાતિ ઉપર ગયે. અને બ્રાહ્મણની આંખે ફેડીને એક થાળ ભરી મને નિરંતર આપો કે જેને ચાળીમસળીને હું મારું વેર વાળી કોધ શમાવું. આ પ્રમાણે રાજાએ પ્રધાનને કહ્યું. તે પ્રમાણે થોડા દિવસ તે ચાલ્યું. પણ સમજુ પ્રધાનેએ તેમ થતું અટકાવી લેશમાત્મક નામનાં ફળે મંગાવ્યાં. જે આંખની જેવાં ચીકાશવાળાં અને આકારનાં હોય છે. તેને થાળ ભરી રાજાને નિરંતર આપવા લાગ્યા. રાજા તે મસળીને પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. આવી રીતના ભયંકર રૌદ્ર પરિણામમાં રાજાએ પિતાના આયુષ્યના બાકી રહેલાં સોળ વર્ષ પૂરાં કર્યા, અને આયુષ્ય પૂર્ણ કરી તે ચક્રવર્તી રાજા સાતમી નરકે ગયો. ત્યાં તેને મહા ઘેર વેદના સહન કરવી પડી. આ પ્રમાણે હિંસા કરનાર સુભમ અને બ્રહ્મદત્ત ચકવર્તીએ પિતાના ઉત્તમ માનવ આયુષ્યને નિરર્થક કરી લાંબા વખત સુધી નરકની મહા વ્યથાના ભક્તા થયા માટે સુખના ઈચ્છક છાએ કઈ પણ જીવને દુઃખ ન આપવું. કેમકે દુઃખ આયાથી અવશ્ય તેનો બદલો મળે છે.
कुणिवरं वरं पंगुरशरीरी वरं पुमान् । अपि संपूर्णसर्वांगो, न तु हिंसापरायणः ॥ २८ ॥
મનુષ્યએ હાથ વિનાના થવું તે સારું છે, પાંગળા થવું તે સારું છે અને શરીર વિનાના થવું તે સારું છે, પણ સંપૂર્ણ શરીરવાળા થઈને હિંસા કરવામાં તત્પર થવું તેને સારું નથી. ૨૮