________________
કરવા ચાર મિત્રોએ થી બારાજાનાની ઉમરમાં જ એમ
હિંસા કરવાથી સુભ્રમ તથા બ્રહ્મદત્ત ચક્રવર્તી નરકે ગયે. ૧૦૩
આ બ્રહ્મરાજા ને કાશીદેશને કટક રાજા, હસ્તિનાપુરને કરેણુદત્ત રાજા કેશલદેશને દીર્ઘપૃષ્ટ રાજા, અને ચંપાને પુપચુલ રાજા એમ ચાર મિત્ર હતા, જ્યારે બ્રહ્મદર બાર વર્ષની ઉમ્મરને થયો ત્યારે અકસ્માત જૂળના રોગથી બ્રહ્મરાજાનું મૃત્યુ થયું. બ્રહ્મદર કુંવર નાને હવાથી ચાર મિત્રોએ એક એક વર્ષ વારાફરતી તેના રાજ્યનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. દીર્ઘપૃષ્ટ રાજા રાજ્ય રક્ષણ કરવા માટે એક વર્ષ ત્યાં આવ્યો. અંતેઉરમાં કાર્ય પ્રસંગે જતાં ચલણરાણી સાથે વિશેષ પ્રીતિ થઈ અને નિરંકુશપણે તેઓ અકાર્ય કરવામાં દેરાયાં.
આ વાતની ખબર રાજ્યના મહાન સ્થંભ તુલ્ય ધનુ નામના મંત્રીને થઈ. તેણે પિતાના પુત્ર વરધનુને બ્રહ્મદર કુંવરને અવસરે તેની માતા અને દીર્ઘપૃષ્ઠરાજાનું અકાર્ય જણાવવા સમજાવ્યું. વરધનુએ કુંવરને અવસરે માહિતગાર કર્યો. સંજ્ઞામાં સમજાવવા માટે હંસી અને કાગડાના સંગવાળું જોડલું બનાવી શૂળીથી વીંધી નાંખી પિતાની માતા અને દીર્ઘ પૃષ્ઠને કુમારે તે જેડલું બતાવ્યું, અને વિશેષમાં જણાવ્યું કે આવાં અકાર્યો કરનારને અન્યાય સહન નહિ.. કરતાં હું તેને જીવથી મારી નાંખીશ. બાળચેષ્ટાવાળાં પણ ગંભીર અર્થસૂચક આ વાક્યોથી દીઘપૃષ્ટ ચમક્યો, અને કુંવર નક્કી મને મારી નાંખશે એવા વિચારથી તેણે કુમારની માતા ચલણીરાણીને સમજાવ્યું કે જે તને મારી જરૂર હોય તો આ કુમારને તું મારી નંખાવ, વિષયમાં અંધ થયેલી, પ્રેમાળ પણ અત્યારે શત્રુરૂપ થયેલી માતાએ તે વચન
સ્વીકાર્યું અને લાખને મહેલ બનાવી નવેઢા રાણીની સાથે તેમાં રહેવા માટે કુમારને માતાએ આજ્ઞા આપી. . . - ધનુમંત્રી આ સર્વ બીનાને ગુપ્ત રીતે માહિતગાર હોવાથી કુમારને બચાવ કરવા માટે “વૃદ્ધાવસ્થામાં ધર્મધ્યાન કરવું જોઈએ, હવે મારાથી રાજ્યનાં કાર્યો બની ન શકે, એ પ્રમાણે કહી,” રાજ્ય કાર્યોથી નિવૃત્ત થયો અને નદી કિનારે દાનશાળા બંધાવી, ધર્મ કરતે ત્યાં રહ્યો. લાખને મહેલ બનાવાતે જોઈને જ તે કુમારના મરણ માટે આગાહી કરી રહ્યો હતે. કુમારના બચાવ માટે પિતાના મુકામની