________________
યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ વિવેચન-સર્વજ્ઞનું વચન પ્રમાણ હોય છે, અને તે સિવાયેનાનું કહેલું પ્રમાણ નથી, એમ કહેવાનું કારણ એ છે કે સર્વ દરેક કાર્યની સર્વ બાજુએાને પૂર્ણ પણે જાણે છે અને એમ પૂર્ણ રીતે જાણ નિશ્ચય કરી કહેલું વચન અસત્ય થતું નથી, પણ કોઈ કાર્યની એક બાજુ જાણુ બીજી બાજુએ છે જ નહિ, એમ જેનાર અને કહેનાર છેટે છે. આ પ્રમાણે કહેનારે બીજી બાજુઓ જોયેલી ન હેવાથી તેનું કહેવું એક બાજુનું સત્ય છે, પણ બીજી સર્વ બાજુઓનું અસત્ય છે. અને આ એક બાજુનું સત્ય પણ પરિપૂર્ણ ન હેવાથી યા બીજી બાજુઓને અસત્ય કહેતાં હેવાથી થોડું સાચું; પણ બીજી બાજુ અસત્ય હોવાથી અસત્ય ગણાય છે.
કુદેવ, કુગુરુ અને કુધર્મને આક્ષેપ સહિત પ્રતિક્ષેપ
सरागोऽपि हि देवश्चेत् गुरुरब्रह्मचार्यपि । कृपाहीनोऽपि धर्मः स्यात् कष्टं नष्ट हहा जगत् ॥ १४ ॥
સરાગીને પણ જે દેવ કહેવાય, અબ્રહ્મચારીને જે ગુરુ મનાય અને દયારહિત ધર્મ પણ ધર્મ કહેવાય તે મહા ખેદની વાત છે કે દેવ, ગુરુ, ધર્મથી શૂન્ય આ જગતને નાશ થયો સમજે ૧૪.
આ પ્રમાણે સત્ય દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ. આ સમ્યફ આત્મ પરિણામરૂપ હેવાથી બીજા તેને જોઈ ન શકે, છતાં તેનાં ચિહેથી જાણી શકાય છે.
સમ્યક્ત્વનાં ચિન્હો બતાવે છે. शमसंवेगनिर्वेदानुकंपास्तिक्यलक्षणैः । રુક્ષઃ પ્રચમિક સભ્ય સમવમુખ છે ? .
શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્તિકતાનાં લક્ષણે રૂપ, પાંચ લક્ષણેએ કરી સારી રીતે (બબર) સમકિત ઓળખી શકાય છે. ૧૫.