________________
યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ પિતાને છોડ્યા. રાજા ગુસ્સે થયો અને તેણે છોકરાને કહ્યું કે મૂખ, ઉત્તર ન આપતાં ઉલટે બાંધીને ચાલે ગયે ! છોકરાએ ઉત્તર આ “કેમ મહારાજ. મૂખ હું કે તમે?” તમારા પ્રશ્નને ઉત્તર તમને મળે છતાં હજી સમજ્યા નહિ ! આ બધેકુ બંધા મીલે, છું કૌન ઉપાય;
કર સેવા નિJથકી, પલમેં દીયે છુડાય. હે રાજા, તું બંધાએલ અને મારે પિતા પણ બંધાએલે; બેમાંથી કેણ કેને છોડાવે? હું બંધાએલ ન હતું તે મેં બનેને છેડ્યા, તમે સંસાર સુખના અભિલાષી, મારા પિતા મોહજાળથી બંધાયેલ તે તને કેવી રીતે વૈરાગ્યપદેશ આપી શકે, અને છોડાવી શકે? માટે જા, કેઈ નિગ્રંથની, ત્યાગીની સેવા કર. તે તને ચેડા વખતમાં છોડાવશે. રાજા પ્રતિબંધ પામે; નિગ્રંથ ગુરુનું સેવન કરી સંસારથી વિરક્ત થઈ જ્ઞાની થશે. તેવી જ રીતે પોતે મેહ પાશથી બંધાયેલ ધર્મગુરુએ તાત્વિક ઉપદેશ આપી છોડાવી શકતા નથી.
*
ધમનું લક્ષણ दुर्गतिप्रपतत्प्राणि धारणाद्धर्म उच्यते । संयमादिर्दशविधः सर्वज्ञोक्तो विमुक्तये ॥ ११॥ .
દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને તેમાંથી બચાવી, તેઓનું રક્ષણ કરે તેનું નામ ધર્મ છે. અને તે સંયમાદિ દશ પ્રકારને સર્વજ્ઞને કહેલ ધર્મ મોક્ષને માટે થાય છે. ૧૧. - વિવેચન-ક્ષમા, નમ્રતા, સરલતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન અને બ્રહ્મચર્ય, આ દશ પ્રકારને ધર્મ છે. જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે.
અહિં વેદની એક શાખાવાળા જૈમિનિએ શંકા કરે છે કે સર્વજ્ઞ કઈ છે જ નહિ, કે જેનું વચન પ્રમાણ કહેવાય, માટે અપરૂપેય (પુરુષ વિના પેદા થયેલ) અને નિત્ય વેદને વાકથી તને