________________
કુગુરૂનાં લક્ષણ *
૮૯ એક નગરમાં પરિગ્રહમાં ખુંચેલે, વિષય સુખનો લાલચુ અને મિથ્યાભિમાની પણ કાંઈક ધર્મ કથા કરી શકે તેટલું ભણેલે ગૃહસ્થ ધર્મગુરુ રહેતું હતું. તે રાજાને નિરંતર ધર્મોપદેશ સંભળાવતે અને તેનાથી પોતાની અને કુટુંબની આજીવિકા કરતે હતા. પૈસાની ઇરછાવાળે હોવાથી નિખાલસપણે દુનિયાની અસારતા અને પરિગ્રહની વિષમતાને ઉપદેશ આપી શકતો નહોતો, તેથી રાજાને પણ તે ઉપદેશથી અસર થતી નહોતી.
એક દિવસ રાજાએ કહ્યું કે તમારા ઉપદેશથી મને કેમ કાંઈ અસર થતી નથી, પહેલાંના રાજાએ ધર્મોપદેશ સાંભળીને રાજ્ય ત્યાગ કરી ચાલ્યા જતા અને મારી તે દિન પ્રતિદિન પરિગ્રહની એટલે રાજ્ય વધારવાની અને નવીન સ્ત્રીઓને પરણવાની ઈચ્છા શાંત થતી નથી, માટે આનું નિદાન (કારણ) તમે જ્યાં સુધી નહિ આપે ત્યાં સુધી તમારૂં વર્ષાસન અને કથા બને બંધ કરવામાં આવે છે. ધર્મગુરુ ઉદાસ થયા. પુત્રને વાત જણાવી. પુત્રે જવાબ આપ્યો કે તેને ઉત્તર હું રાજાને આપીશ. તેના પિતા ખુશી થયે અને રાજાને વાત જણાવી કે મારે પુત્ર જવાબ આપશે. રાજાને હર્ષ થયા. ઉત્કંઠિત થએલા રાજાએ તેના પુત્રને બેલાવ્યો અને તેના કહેવાથી રાજ તેને સાથે લઈ એક વનમાં ગયો. વૃક્ષની ઘેઘુર છાયા નીચે બેસી રાજા પ્રશ્નનો ઉત્તર માગે છે; છોકરાએ જવાબ આગે કે આ વૃક્ષના પાતળા થડ સાથે તમે બાથ ભીડ. રાજાએ તેમ કરવાથી છોકરાએ એક વસ્ત્ર વડે સજાને મજબુત બાંધી લીધે. પછી છોકરીએ પોતાના પિતાને કહ્યું : “પિતાજી, તમે પણ ચાલે.” બે ચાર વૃક્ષની આગળ જઈ એક ઝાડ સાથે તેના પિતાને પણ બાથ ભીડાવી, અને મજબુત બાંધી લીધા. રાજા સુકોમળ હેવાથી વધુ વખત થતાં બુમ પાડી ઉઠ્યો “ઓ ધર્મગુરુ, મને છોડાવ.” ત્યારે થોડે દૂર બંધાએલા ગુરુએ જવાબ આપે કે હું કેવી રીતે છોડાવું? કેમકે હું બંધાયેલો છું. આમ એક બીજાના શબ્દો સાંભળી છેક હસતે હસતે ત્યાં આવ્યા અને રાજાને તથા પિતાના