________________
૭૩
પાંચમી ઉત્સગ સમિતિ કારણ કે પોતે પોતાના આત્માને કર્મબંધ ન થાય તે પ્રયત્ન કરે શરૂ કર્યો કે બીજાને બચાવ થઈ જ ગયા. કેમકે બીજાને દુઃખ થાય તેવી પ્રવૃત્તિ કરવાથી પિતે કર્મથી બંધાય છે. માટે જ જોઈને ચાલવું, નિર્દોષ બલવું, નિર્દોષ આહાર લેવો અને કાંઈ લેવું-મૂકવું તે સ યત્નાપૂર્વક, બીજા ને દુઃખ ન થાય અને પિતાને કમબંધ ન થાય તેમ કરવું કહ્યું છે.
આસનાદિકમાં આદિ શબ્દથી વસ્ત્ર, પાત્ર, પાટ, પાટલાદિ કેઈ પણ વસ્તુ પિતાના ઉપયોગમાં આવતી હોય તે લેવી. તે સર્વ વસ્તુ દિવસે તો દષ્ટિથી જોઈને લેવી. સૂક્ષ્મ જંતુ હેવાને સંભવ લાગે તો રજોહરણાદિથી પ્રમાર્જન કરીને લેવા-મૂકવી. રાત્રીના વખતમાં રજોહરણથી પ્રમાર્જન કરવી, કારણ કે રાત્રે દષ્ટિથી જોવાનું બારીક રીતે બનવું અશક્ય છે. આ પ્રમાણે આદાનનિક્ષેપસમિતિ કહેલી છે. ૩૯
પાંચમી ઉત્સર્ગ સમિતિ कफमत्रमलप्रायं निर्जन्तुजगतीतले । થના પુત્યુત્સાસોત્સસમિતિર્મત છે ૪૦ .
સાધુ જે કફ, મૂત્ર, મલ અને તેને સરખી બીજી પણ વસ્તુ જતુ વિનાની જમીન ઉપર યતનાપૂર્વક ત્યાગ કરે તેને ઉત્સર્ગ સમિતિ કહે છે. ૪૦. - વિવેચન–કફ, મૂત્ર અને મલાદિ વસ્તુઓ લીલી માટી કે લીલીજમીન, વનસ્પતિવાળી જગ્યા કે કઈ પણ ત્રસ જીવાદિ યુક્ત જમીન ઉપર ત્યાગ ન કરવી. પણ તે સિવાયની સૂકી, ધૂળ, રેતી કે તેવી પથ્થરવાળી જમીન ઉપર ત્યાગ કરવી. દરેક ઠેકાણે કે જીવને દુખ ન થાય તે સિદ્ધાંત લક્ષમાં રાખવાનું છે.