________________
૩૨.
ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ કર્મ બંધન કેમ થાય તેના વિચારો હજી તાજા જ હતા. કરેલ કર્મો અવશ્ય ભોગવવાનાં જ છે. પછી તે વિપાકથી કે ઉદેશથી એ તેને નિશ્ચય પરિપૂર્ણ હતા. તે વિચારવા લાગ્યો કે જે હું મારા ઉપયોગની જાગૃતિ રાખીને પરિણામની વિશુદ્ધતામાં પ્રવેશ કરીશ તે જે કર્મો મારે હજારો વર્ષો સુધી જોગવવાનાં છે, તે કર્મો હું ઘણું જ થોડા વખતમાં ભેગવી શકીશ. આ બાજુ હજુ થોડા વખત પહેલાં જ લેકેને પરાભવ દઢપ્રહારીએ કરેલ હતું, તેથી તરત જ લેકે તે વાત વિસરી જાય તેમ નહોતું. દઢપ્રહારી ગામની બહાર દરવાજા આંગળ સાધુના વેશમાં ઉભે છે, તે વાત આખા ગામમાં ઝડપથી ફેલાણ અને સંખ્યાબંધ લોકોના ટોળાં ત્યાં આવવા લાગ્યાં અને વિશેષ પ્રકારે પ્રહાર અને તિરસ્કાર કરવા લાગ્યાં.
' આ તરફ લોકોના પ્રહાર અને તિરસ્કારથી નહિ કંટાળતાં દઢપ્રહારી પણ પિતાના ચોક્કસ વિચારમાં દઢ થતે ગયે.
સહનશીલતા અને કર્મ ખપાવવાને અત્યારે ખરો અવસર આવ્યો છે. આવા અવસરે જ ક્ષમા અને વિવેક યુક્ત જ્ઞાનની કસેટી થાય છે. દઢપ્રહારી દઢ થઇને આત્માને વિશેષ જાગૃતિ થાય તેમ શિક્ષા આપવા લાગ્યો. “હે આત્મન ! તે જેવાં કર્મ કર્યા છે, તેવાં જ તું તેનાં ફળ પામીશ, કેમકે જેવું બીજ વાવ્યું હોય તેવું જ ફળ મેળવી શકાય છે. આ લેકે નિષ્ફર થઈ તારા ઉપર આક્રોશ કરે છે, તે આક્રોશેને તું સમપરિણામથી સહન કરીશ તે વગર પ્રયત્ન તને તારાં કર્મોથી છુટકારો મળશે. મારા ઉપર આક્રોશ અને પ્રહાર કરતાં આ લેકેને આનંદ થાય છે તેવી જ રીતે પ્રીતિથી તે સર્વ સહન કરતાં હે જીવ! કર્મને નાશ થવાથી તેને પણ આનંદ જ થશે. તે હજારો જીવોને દુઃખ જ આપ્યાં છે, તેને માલ લુંટીને તે સુખ મેળવ્યું છે તે હવે એક તારે તિરસ્કાર કરવાથી તેઓને સુખ મળતું હોય તે ભલે તેઓને સુખ મળે. સુખને સમાગમ મેળવી આપ યા મળી આવ દુર્લભ છે. આ લોકો તારા દુષ્કર્મોરૂપી મલિન ગ્રંથિને કઠોર વચને રૂ૫ ખારથી ઘેઈને નિર્મળ યા ઉજજવલ કરે છે, તે